Nuclear Horror (Gujarati) by Devendra Patel ન્યુક્લિયર હોરર લેખક : દેવેન્દ્ર પટેલ વિજ્ઞાન એ બેધારી તલવાર છે. તેનો માનવીનાં શ્રેષ્ઠ હિતો માટે પણ ઉપયોગ કરી શકાય અને માનવજાતના વિનાશ માટે પણ તેનો ઉપયોગ થઇ શકે. પરમાણુના વિભાજનથી અણુવીજળી પેદા થાય છે અને વિનાશકારી અણુબોમ્બ પણ બને છે. તબીબી ચિકિત્સા ક્ષેત્રે હરહંમેશ નવાં સંશોધનો થતાં રહ્યાં છે, તો બીજી બાજુ નવા ખતરનાક રોગો ઉદ્દભવતા જાય છે. આમ, વિજ્ઞાન એ કુદરતનું માનવીને વરદાન છે, છતાં તેના દુરુપયોગને કારણે પૃથ્વીનું ભાવિ સંકટમાં છે. આવા વિષયો પર લખાયેલા આ ૩૬ વિવિધ લેખો 'સંદેશ'ની રેડ રોઝ' કટારમાં પ્રસિદ્ધ થઇ ચુક્યા છે.