Lakshya Shodh Kem Karsho?
લક્ષ્યશોધ કેમ કરશો ? - વનરાજ માલવી
લક્ષ્ય (GOAL)
હોડીની પાણીમાં તરતા રહેવાની અને નિર્ધારિત સ્થળે પહોંચી જવાની ક્ષમતા વિષે શંકા કરવાની ન હોય, પણ તેને સુકાન જ હોય ના તો ? તે નક્કી કરેલે સ્થળે કદી નહિ પહોંચે અને અણધાર્યા સ્થળે ધકેલાઈ જશે. સફળ થવા માટે, પૂરતી ક્ષમતા કુદરતે તમને ન્યોછાવર કરી દીધી છે.પણ તેનો ઉપયોગ ક્યાં, કઈ દિશામાં, કઈ રીતે કરવો તેની જવાબદારી તમારા પર છોડી દીધી છે. તેને જ આપણે લક્ષ્ય તરીકે પિછાનીએ છીએ. લક્ષ્ય વિષે તમારે જે કઈ વિચારવું જોઈએ તે બધું આ પુસ્તકમાંથી જ સાપડવાનું છે.