Kavi Premanandkrut Nalakhyan
Edited Anantrai Raval
કવિ પ્રેમાનંદ કૃત નળાખ્યાન (નળ અને દમયંતિની પ્રેમકથા વિશે આલેખન )
ગુજરાતી સમાજ અને સ્વભાવનું આબેહૂબ અને આકર્ષક આલેખન કરનાર પ્રેમાનંદની કવિતામાં સૌથી વધુ ગુજરાતીપણું જોવા મળે છે. પુરાણો સમા પવિત્ર ગણાંતા વ્રત-તહેવારો અને વિશેષ અવસરે ગવાતાં તેમનાં આખ્યાનોમાં શ્રેય અને પ્રેયનો અપુર્વ સંગંમ જોવા મળે છે. સાહત્યિક ગુણવત્તા અને વિપુલતાની દ્રષ્ટિએ પ્રેમાંનદ આપણાં મહાન કવિ છે. આજે પણ એમનાં આખ્યાનો વાર્તારસ સાથે કાવ્યાનંદ આપી, ધર્મરસ સાથે સંસારરસ આપી શિક્ષિતો-અશિક્ષિતો અને અબાલવૃદ્ધ સહુને આકર્ષી રહ્યા છે.
તેઓ ધારે ત્યારે શ્રોતાજનોને હસાવતાં, ધારે ત્યારે રડાવતાં અને ધારે ત્યારે શાંતિરસના ઘરમાં લઈ જઈ બેસાડતાં. એમની ખુબી એ હતી કે, એમને એક રસમાંથી બીજા રસમાં છટકી જતાં વાર લાગતી ન હતી અને એ એવી સ્વાભાવિક રીતે કરતાં કે લેશમાત્ર પણ રસભંગ થતો નહીં. વિશાળપટમાં ફરી વળતી પરલક્ષી કવિતાનાં આ સ્વામી મધ્યકાલીનનાં આપણાં કવિશિરોમણિ છે જ અને સમસ્ત ગુજરાતી સાહિત્ય એમનાં થકી ધન્ય બન્યું છે.
એમનાં કેટલાંક આખ્યાન ગુજરાતી સાહિત્યનાં ખજાનાનાં અમૂલ્ય રત્ન સમાન છે. પ્રેમનંદની કૃતિઓ લહિયાઓના હાથે લગભગ બસો વર્ષ દરમ્યાન લખાયેલી છે. સામાન્ય રીતે દરેક કૃતિઓ સાથે પ્રાચિન હસ્તપ્રતનાં મુળપાઠ તરીકે સ્વીકારાયાં છે.
પ્રેમાનંદ માણભટ્ટની પરંપરાનાં કવિ મનાય છે. માણ ઉપર હાથથી તાલ આપીને કથાપ્રસંગોનું પઠન અને ગાયન કરવામાં કુશળ પ્રેમાનંદે સાભિનય રજુઆત દ્રારા આખ્યાન લોકપ્રિય કર્યાં હતા. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનોની શરૂઆત પ્રેમાનંદ દ્રારા થયેલી હોવાનું મનાય છે. ગુજરાતી ભાષાના સર્વોત્તમ આખ્યાન કવિ તરીકે પ્રખ્યાત થયેલા પ્રેમાનંદે લોકસમુદાયમાં આનંદ સાથે વિચારશક્તિ આપતી અનેક આખ્યાન રચનાઓ ગુંજાતી કરી હતી. તેમનાં જમાનામાં તેઓ 'રાસકવિ'તરીકે ઓળખાતાં હતાં. નરસિંહ મહેતા અને સુદામા જેવા ભક્તોનાં જીવનપ્રસંગો તથા પુરાણોમાંથી કથાવસ્તુ લઇ તેમણે આખ્યાનો રચેલાં. આખ્યાન તો કથનની કળા છે. પ્રેમાનંદ કથનકળામાં પ્રવિણ હોવા સાથે વર્ણનો, પાત્રાલેખન, રસનિરુપણ અને વાતાવરણચિત્રણમાં પણ કુશળ હતાં. એમનાં આખ્યાનોને ઉત્તમ બનાવવામાં એમની ભાષાશક્તિ અને રસનિરુપણ શક્તિનો મહ્ત્ત્વનો ફાળો હતો. તેમનાં સમયનાં મુઘલરાજા અને ગુજરાત પ્રદેશનાં શાસક ઔરંગઝેબ તેમને "મહાકવિ પ્રેમાનંદ" કહીને બોલાવતા.
સ્તોત્ર:વિકિપીડિયા
|