Mahabharatni Prasangkathao-By Jitendra Dave
મહાભારતની પ્રસંગકથાઓ - જીતેન્દ્ર દવે
લગભગ ૯૮,૦૦૦ શ્લોકમાં વિસ્તાર પામેલી મહાભારતની અતિદીર્ધ કથાના અનેક પ્રસંગોમાંથી ત્રીસ સુંદર પ્રસંગોનું આલેખન મહાભારતની પ્રસંગકથાઓમાં થયું છે.
ભગવાન વેદવ્યાસે 'મહાભારત' ની રચના કરતી વખતે મહાભારતની દીર્ધકથાની મધ્યમાં 'શ્રીમદ ભગવદગીતા' વણી લીધી છે. તેનો અર્થ એટલો કે મહાભારતની કથા અને શ્રીમદ ભગવદગીતા એકબીજાના પૂરક છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને આપેલો ઉપદેશ - એ સિંધ્ધાત છે. અને એ સિંધ્ધાત ( Theory ) ને સાબીત કરવા માટે જે પ્રયોગ વર્ણવ્યો છે તે મહાભારતની કથામાં સાંપડશે. ગીતાના ઉપદેશ મહાભારતના પ્રસંગો દ્વારા વધુ સ્પષ્ટતાપૂર્વક સમજી શકાય છે.