માંડી હું કલેકટર થઈશ - અનુંવાદ: કિશોર ગૌડ આ યુવાન રાજેશ પાટીલ આખરે યુ.પી.એસ.સી. પરીક્ષામાં સફળ થયો અને રાજેશ પાટીલ આઈ.એ.એસ. થયો તે હવે કલેક્ટર બની ગયો. રાજેશ પાટીલ આઈ.એ.એસ. આજે ઉડિશા રાજ્યનાં નકસલ પ્રભાવિત કંદમહાલ જિલ્લામાં કલેક્ટર તરીકે નકસલોનો કઠોરતાપૂર્વક સામનો કરવા સાથે પ્રેમપૂર્વક વર્તનાર અધિકારી તરીકે નામના મેળવી ચૂક્યા છે. આદિવાસી જિલ્લામાં આદિવાસીઓનું પ્રારબ્ધ બદલવા પ્રયત્નશીલ છે, ઝઝૂમી રહ્યા છે. સાથે જ પોતાનાં ગામનાં ગ્રામ્યજનોને કહે છે- ‘‘ભારી વેચો પણ બાળકોને ભણાવો. જરૂરિયાતો ઓછી રાખો પણ બાળકોને ભણાવો.’’ એની ચકિત કરનાર સંઘર્ષગાથા ગ્રામ્ય વિસ્તારના સેંકડો યુવાનોને આત્મશોધ કરવા પ્રવૃત્ત કરનાર કથા છે. જીવન અને સમાજ તરફ સકારાત્મક દૃષ્ટિકોણ રાખી સંજોગો વિરુદ્ધ લડવાનું સામર્થ્ય મેળવી પ્રગતિની કેડી કંડારનાર રાજેશ પાટીલના જીવન પર મૂળ મરાઠી ભાષામાં લખાયેલા પુસ્તક- ‘તાઈ, મી કલેક્ટર વ્યહન’નો તાજેતરમાં જાણીતા સાહિત્યકાર કિશોર ગૌડે ગુજરાતી ભાષામાં ‘માંડી, હું કલેક્ટર થઈશ’ ના નામે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. જેમાં કથા ગરીબાઈમાં સબડતાં બાળકોને અંધકારમાંથી બહાર આવવા કેડી ચીંધી છે.મરાઠી ભાષામાંથી ઉત્તમ, વિશિષ્ટ, પ્રેરણાદાયક પુસ્તકોનાં અનુવાદક તરીકે ગુજરાતી વાંચકો માટે આજે કિશોર ગૌડ એક પરિચિત નામ છે. ઈંદુબાઈ… આજે કલેક્ટરની માતા છે. તેઓ કહે છે :’’મહેનત કરીને ગામડાનાં ગરીબનાં છોકરાય કલેક્ટર થઈ શકે. જે મારા રાજેશે દુનિયાને બતાવી આપ્યું.’’