Hu Krishna Chhu (Gujarati Translation of I Am Krishna) By Deep Trivedi
હું કૃષ્ણ છું - મન અને જીવનનો માસ્ટર
'હું કૃષ્ણ છું' વિશ્ર્વનાં સહુથી પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાંથી એક, કૃષ્ણનાં જીવનને ઐતિહાસિક રૂપમાં પ્રસ્તુત કરવાની દુનિયાની પ્રથમ કોશિશ છે, જેમાં સદીઓ પહેલાં જન્મેલા કૃષ્ણની સાયકોલોજીકલ વિકાસ-યાત્રા વર્ણવેલ છે. તેમની જીવનગાથાને ઘટનાઓથી અને પ્રામાણિક દસ્તાવેજો તથા શાસ્ત્રોમાંથી પરોવવામાં આવી છે. પ્રથમ વ્યક્તિનાં દ્રષ્ટિકોણથી લખવામાં આવેલું આ પુસ્તક કૃષ્ણની વિચારધારા તથા એમના દ્વારા કરવામાં આવેલા કાર્યોની પાછળનાં કારણો પર પ્રકાશ પાડે છે. આની સહુથી મહત્વપૂર્ણ વાત એ છે કે એમાં લોકોને જણાવવામાં આવ્યું છે કે કૃષ્ણ જન્મથી ભગવાન નહોતાં, બલ્કે તેમણે એ ઊંચાઈ પોતાના કર્મોથી અને કાર્યોથી પ્રાપ્ત કરી હતી. મહાન જીવનોમાંથી શીખવાની આપણી ક્ષમતા પર તાળા લાગી જાય છે, જ્યારે આપણે એ માનીને ચાલીએ છીએ કે કોઈ ભગવાન છે કે ભગવાન બનવા આવ્યું છે, જ્યારે કૃષ્ણ તો મનુષ્ય જાતિનાં ઈતિહાસનાં એકમાત્ર પૂર્ણ પુરુષ છે, જેમના જીવનમાંથી હરકોઈ શીખી શકે છે. આ પુસ્તકમાં કૃષ્ણ જેવા અત્યંત પ્રભાવશાળી વ્યક્તિત્વના માલિકના વિભિન્ન પાસાંઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે, જેમ કે કલાકાર, પ્રેમી, રાજનેતા, સાયકોલોજીસ્ટ, વ્યવસાયી, દૂરદર્શી અને ગુરૂ.
કૃષ્ણએ ગોવાળમાંથી દ્વારકાધીશ સુધીની યાત્રા પાર કરી.
તેઓ કઠિનતમ પરિસ્થિતિઓમાં પણ હસીને જીવન જીવવાની કળા જાણતા હતા.
એમનું જીવન શૂન્યમાંથી સર્જન કરવાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
એમણે જીવનનું પ્રત્યેક યુદ્ધ જીત્યું - પછી એ યુદ્ધ ચાહે આર્થિક હોય, સામાજિક હોય કે રાજકીય.
બેસ્ટ સેલર 'હું મન છું' ના લેખક, દીપ ત્રિવેદી, જેમણે પોતાનાં લેટેસ્ટ પુસ્તક 'હું કૃષ્ણ છું - મન અને જીવનનો માસ્ટર'માં કૃષ્ણનાં મન અને તેમના જીવન પરથી પડદો ઉઠાવ્યો છે.
|