Hindu Calendarna Saat Rahasyo by Devdutt Pattanaik
હિન્દુ કેલેન્ડરનાં સાત રહસ્યો
દેવદત્ત પટ્ટનાયક
અનુવાદક : રેખા ઉદયન
સામાન્ય રીતે તારીખ, વાર કે તિથિ જોવા માટે કેલેન્ડરનો ઉપયોગ થતો હોય છે. આજના ઇ-યુગમાં દરેકના મોબાઇલમાં પણ કેલેન્ડર રહેલું છે પણ આપણું હિન્દુ ધર્મનું કેલેન્ડર ઘણી આગવી વિશેષતાઓ ધરાવે છે. ખૂબ ધ્યાનથી જોવામાં આવે તો આ કેલેન્ડરમાં વિવિધ સંકેતોનો પણ સમાવેશ થાય છે. આ દરેક સિમ્બોલ સ્વયંમાં કાંઈ અનોખું મહત્ત્વ ધરાવે છે.
પ્રસ્તુત પુસ્તકમાં કેલેન્ડરનો માત્ર તારીખિયા તરીકેનો અર્થ ન સમજતાં તેની વ્યાપકતાને સમજાવવા માટેનો પ્રયાસ કર્યો છે. આપણાં ધાર્મિક વિવિધ વિધાનો અને વિવિધ દેવી-દેવતાઓ એ માત્ર પૌરાણિક કથાઓનાં પાત્ર માત્ર નથી પરંતુ તે સ્વયંમાં ઘણું બધું સમજાવવાનો પ્રયાસ કરે છે. તેની સુંદર વાતો આ પુસ્તકમાં સમાવિષ્ટ કરવામાં આવી છે.
વળી માત્ર આ પૌરાણિક કથાઓ, પ્રતીકો અને ક્રિયાકાંડોની રજૂઆત નથી, પરંતુ સાથોસાથ હાલના આધુનિક યુગના આગવા દ્ષ્ટિકોણથી આ પ્રત્યેક બાબતોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જેના થકી ભાવિ પેઢીમાં યોગ્ય સંસ્કારવારસાનું સિંચન કરવાની સહાય વાચકને ખૂબ સાહજિકતાથી પ્રાપ્ત થાય છે.
પુસ્તકમાં મુખ્યત્વે સાત પ્રકરણો છે, જેમાં ગણેશનું રહસ્ય, નારાયણનું રહસ્ય, અર્ધનારીનું રહસ્ય, શિવનું રહસ્ય, દેવીનું રહસ્ય, વિષ્ણુનું રહસ્ય તથા બ્રાનું રહસ્ય વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક પ્રકરણમાં વિવિધ ચિત્રાત્મક રજૂઆત કરવામાં આવી છે અને પ્રત્યેક ચિત્રમાં આવેલાં પાત્રોની સંપૂર્ણ ઓળખ ચિત્ર સાથે જ સમાવિષ્ટ છે અને પ્રત્યેક દેવી-દેવતાના આગવા વ્યક્તિત્વનું સુંદર શાબ્દિક આલેખન કરવામાં આવ્યું છે.
શિવ પરિવાર, વિવિધ દૈવી સ્વરૂપો, બ્રા શુક મુનિને આશીર્વાદ આપે છે, ખંડોબા, ચામુંડા અને ચોટીલા, અર્ધનારીશ્ર્વર, જ્ઞાનની દેવી સરસ્વતી, પાલનહાર વિષ્ણુ, નારાયણની યોગનિદ્રા, ઐશ્ર્વર્યની દેવી લક્ષ્મી, વૈષ્ણોદેવીની પ્રતિમા, વિષ્ણુ-કૃષ્ણ એમનાં આયુધો સાથે, જગતજનનીનો ડરામણો રક્ષક ભૈરવ, નવ ગ્રહ અને બીજાં ઘણાં ચિત્રો અને તેની સમજૂતી વાચકને ઘણી અવનવી માહિતી આપે છે. આ બધાં જ ચિત્રોને સામાન્ય મનુષ્ય માત્ર શ્રદ્ધાથી મૂર્તિમંત થઈ જુએ છે; પણ આ પુસ્તકના વાચન દરમિયાન આ ચિત્રો ક્યાંથી આવ્યાં?, એ ચિત્રો શું કહેવા માંગે છે?, એનો અર્થ શું છે? વગેરે ઘણી વાતોની અર્થછાયા અહીં ખૂબ સરળ ભાષા-શૈલીમાં આલેખાઈ છે. આમ, વિવિધ દેવી-દેવતાઓ, એમનાં પ્રતીકો, વાહનો, આયુધો તથા અનેકવિધ પ્રસંગોના સૂચક અર્થોને તર્કબદ્ધ રીતે સમજવા માટે આ પુસ્તક ખૂબ ઉપયોગી છે.
કેલેન્ડરના મર્યાદિત અર્થમાંથી બહાર નીકળી આ પુસ્તકે પૌરાણિક કથાના વિવિધ પાત્રો ધ્વારા સંસ્કાર અને સંસ્કૃતિ નું પ્રતીકાત્મક દર્શન કરાવી નવી પેઢીને 'કેલેન્ડર'નો એક નવો જ સંદર્ભ સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
તમે કોઈ પણ કેલેન્ડરને સહેજ ઝીણી નજરે કે એકધારી નજરે જોયું છે ? જો જો! એમાં કેટકેટલા આધ્યાત્મિક સંકેતો અને પ્રતીકોના રહસ્યો છુપાયા છે એનો ખ્યાલ આવશે !
આ પુસ્તક વિવિધ દેવ-દેવીઓના ચિત્રો ધ્વારા આપના સફળ બનેલા પારિવારિક અને સામાજિક જીવનના નાના મોટા રહસ્યોનો તાગ તમે મેળવી શકો એટલી સરળ ભાષામાં પૌરાણિક ફોટો સ્ટોરી આપવામાં આવી છે. એક પેઢી બીજી પેઢીને ભેટ માં આપી શકે એવો અમૂલ્ય સંસ્કારવારસો આજે જ વસાવો. - દેવદત પટ્ટનાયક
|