Himalayno Pravas by Kaka Kalelkar હિમાલયનો પ્રવાસ કાકા કાલેલકર પ્રવાસ મારફતે મેળવેલું જ્ઞાન અને આજની શિક્ષણ-સંસ્થામાં ચાલતી ઢબે મેળવેલું જ્ઞાન એ બેમાં મોટામાં મોટો આ જ ફરક હોય છે. આજકાલની કેળવણી મારફતે મેળવેલું જ્ઞાન બોજારૂપ હોય છે કેમ કે તે વપરાયેલું કે હજમ કરેલું નથી હોતું. માટે નાનાં બાળકોને નિશાળની કેળવણી આપવાને બદલે મુસાફરીની કેળવણી આપી હોય તો તે સરવાળે ઓછી ખર્ચાળ અને વધુ ફળદ્રુપ થશે.