ધ્યાન : ચરમ આનંદની કળા
ઓશો
Meditation : The Art of Esctasy- By Osho- Gujarati Translation
પ્રસ્તુત પુસ્તક સંપૂર્ણ ઓશોનું પુસ્તક છે . સામાન્ય રીતે ઓશો કોઈ ધર્મ ઉપર કે ધાર્મિક વ્યક્તિ પર બોલે છે તેવું નથી માત્ર ઓશોનું દર્શન છે .ધ્યાનનું વિજ્ઞાન છે, ધ્યાન કરનારનું મનોવિજ્ઞાન છે અને ધ્યાનની પદ્ધતિઓ વિષે છે . જેમાં ઓશોએ આ યુગને, મનોવિજ્ઞાનને ધ્યાનમાં રાખીને આવરેલી અનેક વિધિઓ છે .
સન્યાસી કે સાધક ધાર્મિક નીતિઓ કે સમજ વિશે વાંચીને , જાણીને આનંદ અનુભવે છે પરંતુ તે ક્ષણિક હોય છે, મનનો હોય છે .અસ્તિત્વનો આંનદ મનની પાર છે અને તે મેળવવા, પામવા કે તે મય થઈ જવા માટે વ્યક્તિએ મનની પાર કૂદકો મારવો જ પડે અને કૂદકો મારવો સરળ નથી કારણકે મન તમારી અને અસ્તિત્વ વચ્ચે પડદો બનીને, અવરોધ બનીને ઉભેલું હોય છે . તમારા મનને તમારા જ હાથે તમારે હટાવવાનું છે અને એ મન છે જેને તમને ઓળખ આપી છે, તમારા હોવાપણાનો અહંકાર આપ્યો છે .વર્ષોથી તમે તેની સાથે એટલી ગહરાઈથી જોડાયેલા છો કે તેનો નાશ તમારો નાશ પ્રતીત થવાનો છે એટલે મનની પારનો કૂદકો હનુમાન કૂદકો છે એ કૂદકો મારવા માટે ઓશોએ અનેક ધ્યાન પદ્ધતિઓ વિકસિત કરી છે . મનના મનોવિજ્ઞાનને સમજીને વિકસાવેલ છે .શરીરની શક્તિઓનો, કેન્દ્રોનો ઉપયોગ કરીને ચેતનાને ઉપર ઉઠવા માટેના માર્ગ ખોલેલા છે . જે અદ્દભુત છે . ઓશોનું આ જગતને આ ધ્યાન પદ્ધતિઓ અનુઠું પ્રદાન છે .
ધાર્મિક ફિલોસોફીના ગલગલીયામાં પડ્યા વિના, ક્ષણભરની રાહતની લાલચમાં પડ્યા સિવાય માત્ર આ પુસ્તક વાંચી તે પ્રમાણે સમગ્રતાથી ઓશોને સમર્પિત થઇ આ પદ્ધતિઓને કરવા માત્રથી એ મિલનનો ચમત્કાર સંભવિત છે .ચર્મઆનદના હિલ્લોળા સંભવિત છે .