Buy Brihad Gujarati Nibandhmala Ane Lekhankala Gujarati Book
(Useful For School,College,UPSC,GPSC,NET,SLET EXAM)
Written By Dr.Bharatkumar Thakar Online at Low Prices બૃહદ ગુજરાતી નિબંધમાળા અને લેખનકળા - ડો. ભરતકુમાર ઠાકર પ્રસ્તુત પુસ્તક શૈક્ષણિક અભિગમથી લખવામાં આવ્યું છે નિબંધલેખન તથા અન્ય સર્વ મુદ્દાઓની વિશદ ચર્ચા સદ્રષ્ટાંત અહીં આપવામાં આવી છે અને તે સાથે સ્વાધ્યાયરૂપે પણ લેખનના બધા મુદ્દા રજુ કર્યા છે.માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક કક્ષાના ઉપરાંત દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી. નિબંધ લખવો એ અઘરું કામ છે, એમ ભલે નર્મદે કહ્યું પણ આજના આ ગહનતા પામેલા ને વ્યાપ ધરાવતા ભાષાસાહિત્યના અભ્યાસે વિદ્યાર્થીઓને વિવિધ માધ્યમો અભિવ્યક્તિની પરિપક્વતા બક્ષી છે. નિબંધની રચના પ્રથમ દ્રષ્ટીએ ત્રણ ભાગમાં વહેંચાઇ જાય છે: આરંભ, મધ્ય અને અંત. વિદ્યાર્થીએ નિબંધલેખન પૂર્વે વિશાળ વાંચન, અનુભવ, ચિંતન, મનન અને રિયાઝ કરવા અનિવાર્ય છે. સામાન્ય રીતે નિબંધના વર્ણાત્મક, કથનાત્મક, મનનાત્મક, કલ્પનાત્મક એવા પ્રકારો પાડવામાં આવે છે.