Antim Parva by Ramesh Sanghvi
અંતિમ પર્વ - જીવન જેટલું જ મૃત્યુને સમૃદ્ધ બનાવતું ચિંતન સંપાદન : રમેશ સંઘવી મૃત્યુનો ભય એ અજ્ઞાતનો ભય છે, કાલ્પનિક ભય છે. કદાચ એ અજ્ઞાત, આવનારી ક્ષણ ભયપ્રદ ન પણ હોય, ભય લાગે છે તે દેહ અને દેહની સાથેના સંબંધો, ઇન્દ્રિયગત સુખોપભોગ છૂટવાનો ભય છે. આસક્તિ અને અહંકાર એ બે ભયના મુખ્ય કારનો છે, આપણે જીવનમાં વિસ્તારવાનું-વિકસાવવાનું કરતા રહ્યા, પણ તેને સમેટવાનું અને સોપવાનું ન શીખ્યા ! એટલે ભય લાગે છે. આપણે કોઈ નાના પ્રવાસનું કે નાના કાર્યક્રમનો વિચાર કરીએ તો તે માટે આયોજન અને તેની પૂર્વ તૈયારી કરીએ છીએ, પણ મહાસફર માટે કોઈ આયોજન કે પૂર્વ તૈયારી કરતા નથી. આપણે તેની કોઈ પૂર્વ તૈયારી ન કરવી જોઈએ ?મૃત્યુ જોડે જોડાયેલ અજ્ઞાત, રહસ્યમય પ્રદેશનો પડદો હટે કે ના હટે પણ મહાપ્રયાણ સહજ -સુખકર અને શુભ-મંગલકર કેમ બને તે ગોઠવવું આપણા હાથમાં છે. અન્યથા મૃત્યુ ભયજનક બની રહે. જીવન કેવું જીવવું જોઈએ તે મૃત્યુ શીખવે છે. એ અર્થમાં મૃત્યુ એ જીવનગુરુ છે. મૃત્યુને સમજવાથી જીવન સમજાય છે તે અનિષ્ટકર -આપત્તિકર નથી, તે પ્રશ્ન કે કોયડો નથી પણ જીવનનો જવાબ-પ્રતિઘોષ છે. ચાલો, એક સત્કાર્ય કરીએ કોઈપણ પ્રસંગે અપાતી ભેટ એક વણકહ્યો સંદેશ લઈને આવે છે: ' હું તને ચાહું છું, હું તારો શુભેચ્છક છું.આજના પ્રસંગે તને યાદ કરવા જેટલું મારે મન તારું મહત્વ છે. ભેટનું આ જ સાચું મૂલ્ય છે, નહિ કે તેની સ્થૂળ કિમત એમાં પણ એ ભેટ જો જીવનપર્યંત સાચવી શકાય એવી હોય:મન, હૃદય અને મસ્તિષ્કને શાતા આપનારી હોય : એકલતામાં સાથી બની રહે તેમ હોય અને માનસિક ઊંચાઈ વધારનારી હોય તો તેનું મૂલ્ય અનેક ગણું વધી જાય છે. આવી ભેટ એટલે પુસ્તક