Ved Sahitya (Set Of 4 Books)-By: Dr.Rajbahadur Pandey
ગુજરાતીમાં પ્રથમ વખત ભારતીય સંસ્કૃતિનું મુલ્યવાન વેદ સાહિત્ય
-
ઋગ્વેદ
-
યજુર્વેદ
-
સામવેદ
-
અથર્વવેદ
ઋગ્વેદ - વેદ વિશ્વ સાહિત્યનો પ્રાચિનતમ ગ્રંથ છે.- આદિગ્રંથ અને ઈશ્વરીય જ્ઞાન છે.જો કે વેદોનો સૌથી મોટો ભાગ ઉપાસના અને કર્મકાંડને લાગતો છે. આમ છતાં તેમાં યથ્સ્થાને આત્મા-પરમાત્મા, પ્રકૃતિ, સમાજ-સગઠન,ધર્મ-અધર્મ,જ્ઞાન-વિજ્ઞાન તથા જીવનના મૂળભૂત સિદ્ધાંતો અને જીવનોપયોગી શિક્ષણ તથા ઉપદેશોનું પ્રસ્તુતિકરણ છે
યજુર્વેદ- ચાર વેદોમાં યજુર્વેદનું સ્થાન બીજું છે.કર્મકાંડપ્રધાન આ વેદમાં જ્યાં યજ્ઞો અને તેના વિધાનોનું વર્ણન છે, ત્યાં જ્ઞાન-વિજ્ઞાન,આત્મા-પરમાત્મા તથા સમાજ ઉપયોગી સંપૂર્ણ જ્ઞાન પણ છે.
સામવેદ- ચારેય વેદોમાં સૌથી વધુ પ્રશસ્તિ સામવેદની છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે પોતાની વિભૂતિઓનું વર્ણન કરતાં કહ્યું છે કે -" વેદોમાં હું સામવેદ છું."
અથર્વવેદ-ચારેય વેદમાં અથર્વવેદ ચતુર્થવેદ છે.અથર્વવેદને જ્ઞાનકાંડ,અમૃત્વેદ કે આત્મવેદ પણ કહેવામાં આવે છે.તેમાં આત્મા-પરમાત્માના જ્ઞાનની સાથે સાથે જીવનોપયોગી જ્ઞાનનો ભંડાર ભરેલો છે.
|