વાસ્તુશાસ્ત્ર : ભાગ્યશાળી બનવાનો એક કુદરતી કીમિયો - આશિષ મેહતા
દરેક દિશાને પોતાનો ગ્રહ છે અને આ ગ્રહની દશા, અંતર્દશા, પ્રત્યંતર દશા પ્રમાણે આપણને સારાં ખરાબ પરિણામ મળતાં હોય છે. વાસ્તુશાસ્ત્ર દરેક દિશાને શુભ ગણે છે. તેમાં રહેવાવાળી વ્યક્તિને તે દિશા સારું પરિણામ આપતી હોવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ક્યારેય કોઈ ઘરનું સો ટકા વાસ્તુ મળતું નથી
ઘણા લોકોને પ્રશ્નો થતા હોય છે કે મારે કઈ દિશાથી વધારે લેણું છે અને મુખ્ય દરવાજાની દિશા શું હોવી જોઈએ? અમારો દરવાજો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નથી, આ ઘરમાં આવ્યા પછી ખૂબ જ તકલીફ થઈ છે, મારો ધંધો એકદમ બંધ થઈ ગયો, મારું બાળક ભણવામાં ધ્યાન નથી રાખતું. આવા ઘણા બધા પ્રશ્નો છે, તો આ બધા પ્રશ્નો પાછળ વાસ્તુદોષ જવાબદાર હોઈ શકે છે. આજે આપણે નવું ઘર, ફેક્ટરી, ઓફિસ લેવા જઈએ ત્યારે મુખ્ય દરવાજાની દિશા જોઈએ છીએ. આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે પૂર્વ અને ઉત્તર દિશાનો દરવાજો આપણે શુભ ગણીએ છીએ. આ વાત બરાબર છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દરેક દિશા શુભ છે. કોઈ દિશા અશુભ નથી. દરેક દિશાનું પોતાનું આગવું મહત્ત્વ છે.
એસ્ટ્રોવાસ્તુ પ્રમાણે જે વ્યક્તિના નામે મિલકત લેવાની હોય તેના જન્માક્ષર જોઈને તેની શુભ દિશા કઈ છે તે જાણી શકાય છે અથવા ઘરના દરેક સભ્યોના જન્માક્ષર જોઈ દરેક વ્યક્તિની શુભ દિશા શોધીને બધાને યોગ્ય ગ્રહ હોય તે પ્રમાણેનો દરવાજો પસંદ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિનો સૂર્ય બળવાન હોય તો તેને પૂર્વ દિશાથી ફાયદો મળે છે. ગુરુ ઉચ્ચનો કે સ્વગ્રહી હોય તો ઇશાન દિશાથી સફળતા પ્રાપ્ત થાય છે. જે જાતકનો બુધ સારો હોય તેને ઉત્તર દિશાથી લાભ મળે અને જે વ્યક્તિનો મંગળ સારો હોય તેને દક્ષિણ દિશા ફાયદો કરાવે છે. આવી રીતે દરેક ગ્રહ પ્રમાણેની દિશા મેળવી શકાય છે. જીવનમાં પોતાને કંઈક લાભ કે સુખ-સમૃદ્ધિ મળે તેવી દિશાથી ફાયદો લેવો જોઈએ. વાસ્તુશાસ્ત્રથી હંમેશાં ફાયદો થાય છે. દિશા અને દશા એકબીજાની પૂરક હોય છે. જો જન્માક્ષર પ્રમાણે દિશા શોધવામાં તકલીફ પડતી હોય તો જાતકે પોતાનો જે ધંધો હોય તે પ્રમાણેની દિશાને શુભ દિશા માનવી. દા.ત. લોખંડનો ધંધો હોય તો પશ્ચિમ, જ્વેલર્સ હોય તો અગ્નિ વગેરે. આ રીતે શુભ દિશા જાણી શકાય છે.
તંત્રવાસ્તુમાં પદ બતાવવામાં આવેલાં છે. આ પદ પ્રમાણે જો મુખ્ય દરવાજાની દિશા રાખવામાં આવે તો એ શુભ કહેવાય, પરંતુ આજના યુગ પ્રમાણે પદ પ્રમાણે મુખ્ય દરવાજો મળવો મુશ્કેલ છે. આજના બિલ્ડિંગ ઉદ્યોગમાં બિલ્ડરો મકાન ફક્ત વેચવા માટે બનાવે છે અને આપણે લેવા માટે. આ બનાવેલાં મકાનોમાં વાસ્તુશાસ્ત્રનો ઉપયોગ સો ટકા શક્ય બનતો નથી. ગુજરાતમાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બિલ્ડિંગ બહુ ઓછા બને છે. જ્યારે દક્ષિણ ભારતમાં હૈદરાબાદ, વિજયવાળા, કુતાગુડમ, કાગજનગર જેવાં મુખ્ય શહેરોમાં બિલ્ડિંગ અને મકાન વાસ્તુ આધારિત બને છે. માટે જ આ શહેરો ખૂબ જ સફળ છે. ગુજરાત પણ વાસ્તુની દૃષ્ટિએ શુભ ઊર્જા ધરાવે છે.
ભારતીય વાસ્તુમાં પદ પ્રમાણે શુભ દિશા જાણી શકાય છે. ત્યારે હાલમાં ચાઇનીઝ વાસ્તુ પ્રમાણે પણ દરેક વ્યક્તિની શુભ દિશા જાણી શકાય છે અને આ દિશા પ્રમાણે મુખ્ય દરવાજો રાખવામાં આવે તો શુભત્વ પ્રાપ્ત થાય છે. ગ્રહોના સંયોજન વગર ફેંગશૂઈ પ્રમાણે પણ શુભ દિશા જાણી શકાય છે.
દરેક દિશાને પોતાનો ગ્રહ છે અને આ ગ્રહની દશા, અંતર્દશા, પ્રત્યંતર દશા પ્રમાણે આપણને સારાં ખરાબ પરિણામ મળતાં હોય છે. વાસ્તુશાસ્ત્ર દરેક દિશાને શુભ ગણે છે. તેમાં રહેવાવાળી વ્યક્તિને તે દિશા સારું પરિણામ આપતી હોવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ક્યારેય કોઈ ઘરનું સો ટકા વાસ્તુ મળતું નથી. તમારા ગ્રહોને આધીન ઘર, ફેક્ટરી કે જગ્યા મળે છે, તેમાં કંઈક તો દોષ હોય જ છે.
વાસ્તુ એક ઊર્જાનો વિષય છે. વાસ્તુ એનર્જી દ્વારા આપણે મુખ્ય દરવાજાની આજુબાજુ કેવી ઊર્જા છે તે જાણી શકીએ છીએ. જો દરેક મકાનનો દરવાજો શુભ ન પણ હોય, પરંતુ વાસ્તુ એનર્જીના અમુક ટુલ્સ એટલે કે વસ્તુઓના ઉપયોગથી આ દરવાજાની એનર્જી બદલી સકારાત્મક પરિણામ મેળવી શકાય છે. એક માળમાં ચાર ફલેટ હોય છે. જેમાં ફક્ત એક જ ફ્લેટનો દરવાજો અથવા ફલેટ આપણને ૭૦ ટકા વાસ્તુ પ્રમાણે મળે છે. તો બાકીના દરવાજાનું શું? વાસ્તુ ઊર્જા એવું બતાવે છે કે દરેક દિશાના દરવાજાનું પોતાનું ઊર્જા ક્ષેત્ર છે. તે ઊર્જા ક્ષેત્રને તેના તત્ત્વ પ્રમાણે ઘરમાં ગોઠવવામાં આવે તો તેમાં રહેવાવાળા જાતકો જરૂરથી સુખી થાય છે.
|