Tarak Mehta Sathe Angat Sangat - Tarak Mehta આ પુસ્તકમાં ગણ્યા ગણાય નહિ અને વીણ્યાં વીણાય નહિ એટલા સાચુકલા વાચકોએ પ્રશ્નો પૂછ્યા છે અને તારક મેહતાએ તેના બિન્દાસ ઉત્તરો આપ્ચ્યા છે તે ગુજરાતી સાહિત્યની વિરલ ઘટના છે. લોકપ્રિયતાનું શિખર કોને કહેવાય અને તે કેવી રીતે સર શકાય તે તો તારક મેહતા પાસે જ શીખવું રહ્યું. તેઓના ઉત્તરો મૌલિક અને ગળપણ વગર ગળે ઉતરી જાય તેવા છે. એક નમુનો જુવો - ભારત અને પાકિસ્તાન ફરી એક થઇ જાઈ તો ? ઉત્તર: તો અમેરિકા અને ઈરાક પણ એક થઇ જાય, ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન એક થઇ જાય, ઉમા ભારતી અને સોનિયા ગાંધી દાંડિયા-રાસ લેવા માંડે. અડવાણી અને સુદર્શન ગિલ્લી દંડ રમવાં માંડે, જયલલિતા અને કરુણાનીધિ એક સ્ટેજ ઉપરથી રોમાંટિક ડ્યુએટ ગાય અને આખી દુનિયા બદલાઈ જાય. આ અને આવા અનેક સવાલ-જવાબ વાંચીને તમારા દિલ ખુશખુશાલ તો થઇ જશે પણ કેટલાક દહાપનના મોતી પણ તમને મળશે. કોઈ પણ પાનું ખોલીને વાંચી શકાય તેવા કુળનું આ પુસ્તક ઓશીકે રાખજો - રાત સારી જશે અને દિવસ મરક મરક કરતો ઉગશે.