Robotics Ane Computernu Samrajya By Vihari Chhaya
રોબોટિક્સ અને કોમ્પ્યુટરનું સામ્રાજ્ય : ડો.વિહારી છાયા
મારી વિજ્ઞાન યાત્રાના આ પ્રસ્તુત પુસ્તકો કોઈ એક વિજ્ઞાનના વિષય પર નથી. સામાન્ય જીવનમાં વિજ્ઞાન,તબીબી વિજ્ઞાન,જનીન વિજ્ઞાન,બાયોટેકનોલોજી , કૃષિ વિજ્ઞાન,અવકાશી વિજ્ઞાન, બ્રહ્માંડ વિજ્ઞાન, ન્યુક્લીયર ઉર્જા, ઘાતક અને બિનઘાતક શસ્ત્રો , પર્યાવરણ અને પ્રદુષણ ,વૈકલ્પિક ઉર્જા, ઇલેક્ટ્રોનીક્સ, રોબોટીક્સ, કમ્પ્યુટર જેવા વિવિધ વિષયો તેમાં આવરી લીધા છે.વિજ્ઞાનના વિદ્યાર્થીઓ સિવાયના જે લોકોને વિજ્ઞાનમાં રસ હોય તેને પણ સમાજના સંપૂર્ણ સ્પેક્ટ્રમને જાણવાની જીજ્ઞાસા હોય તો બહુધા સંતોષી શકે છે.
પ્રસ્તુત પુસ્તક 1968 થી 2012 સુધી મુખ્યત્વે ગુજરાત સમાચાર અને ફુલછાબમાં છપાયેલા વિજ્ઞાનના વિવિધ વિષયો પર લખાયેલા લેખોનું સંકલન છે.
|