પાથ્ સ ઓફ ગ્લોરી - જેફ્રી આર્ચર
'Paths of Glory ' પુસ્તકનો ગુજરાતી અનુવાદ
અનુવાદ : અવિનાશ પરીખ
આ વાર્તા છે એક એવા પુરુષની જેણે બે સ્ત્રીઓને ચાહી અને બેમાંથી એક સ્ત્રી તેના મૃત્યુનું કારણ બની. કેટલાક લોકો સ્વપ્ન જુએ છે જે હિંસક કહી શકાય તે પ્રકારના હોય છે. આ સ્વપ્નો જો સાકાર થાય તો ઇતિહાસમાં તેમનું સ્થાન નિશ્ચિંત બની જતું હોય છે.
પણ એ પુરુષનું શું જેણે સ્વપ્ન જોયું અને તેનું સ્વપ્ન પૂર્ણ પણ થયું, પણ તેની સ્વપ્ન્પુર્તિની સાબિતી ક્યાંય હાથ ન લાગી." પાથ્ સ ઓફ ગ્લોરી" આવા જ પુરુષની કથા છે. પણ આ અસાધારણ નવલકથાનું અંતિમપૃષ્ઠ વંચાઈ ગયા બાદ જ તમે નક્કી કરી શકશો કે જ્યોર્જે મેલોરીનું નામ ઉપરના નામોની યાદીમાં સામેલ કરવું કે નહીં. જો તેનું નામ સમાવેશ પામે તો એક નામ દુર કરવું પડે.