Kadavna Thapa (Short Stories) By Vaju Kotak
કાદવના થાપા - વજુ કોટક
'ભાઈઓ ! કનેકો આવે છે. મેનેજરનો કાગળ આવી ગયો છે.' વાંચવા માંડ્યું.... પણ આ શું ? પત્ર પૂરો થયો કે એ બેભાન થઇ ગયો. એક ઝપાટે મને વિચાર આવ્યો કે કનેકોએ દગો દીધો હશે. મેં એ છોકરીને મનમાં ને મનમાં ગાળો દઈ દીધી. અમૃતલાલને અમે દવાખાનામાં લઇ ગયા અને પછી મેં નિરાંતે પત્ર વાંચ્યો:
' દુઃખ સાથે જણાવવું પડે કે તમારો મળ્યો એને આગલે દિવસે શાંધાઈ પર બોમ્બ ફેંકાયા હતા અને એમાં અમારી હોટલનો અડધો ભાગ ઉડી ગયો છે. મરતી વખતે એના લોકેતમાં તમારો નાનો ફોટો હતો એને ચુંબન કર્યું હતું, પણ એક શબ્દ બોલી શકી ન હતી. એની આંખોમાં ઘણા શબ્દો ભર્યા હતા, પણ તમારા સિવાય કોઈ એનો અર્થ ઉકલી શકે એમ ન હતું. કનેકો ઉપરનો તમારો પત્ર મેં એની કબર પર મૂકી દીધો છે. આપે મોકલેલા પૈસા પાછા મોકલું છું. પ્રભુ તમને આ આઘાત સહન કરવાની શક્તિ આપે.'