Galgota (Kathasangrah) By Vaju Kotak
ગલગોટા - વજુ કોટક
દયાશંકરે આસપાસ જોયું. સાંજ પડી ચુકી હતી અને લગભગ એકાંત જેવું હતું. પેલી સ્ત્રી કોઈ પણ જાતના વસ્ત્ર વિના જ ગળાબૂડ પાણીમાં હતી એ દયાશંકર જાની લીધું. એ વધુ આગળ વધ્યા કોઈ પણ યુવાન સ્ત્રી પુરુષની કામભરી નજરને ન ઓળખી શકે એવું કોઈ વાર બન્યું નથી. એ સમજી ગઈ કે પાણીમાં પડેલો આ બ્રાહ્મણ કામના અગ્નિથી સળગી ઉઠયો છે. એણે જરા કડક અવાજે કહ્યું : 'મહારાજ! જ્યાં ઉભા છો ત્યાં જ અટકી જાઓ. તમારા દેહમાં રહેલો 'હું' વધુપડતો અભડાઈ રહ્યો છે. તમે કામથી સળગી રહ્યા છો.'
'ખોટી વાત, કામદેવને શંકર ભગવાને બાળી નાખ્યો છે અને હું શંકરનો ભક્ત છું, શંકરનો જ અંશ છું. હવે અમારામાં કામ ન હોય' પણ કામાંધ દયાશંકાર આગળ વધ્યો, પેલી સ્ત્રીનો હાથ પકડ્યો અને એ સ્ત્રીએ પોતાની જાતને બચાવવાના હેતુથી દયાશંકારના પેટ પર એવા જોરથી લાત મારી કે એ પાણીના વમળમાં ખેચ્યો। બીજે દિવસે એનું શબ કિનારે તને આવ્યું। અમુક શિષ્યોને ખબર પડી અને બધાએ એવું અનુમાન બાંધ્યું કે દયાશંકર પંડિતે જળસમાધી લઇ લીધી. ભવ્ય રીતે મહરાજની સમશાન યાત્રા કાઢવામાં આવી.
'દેશને ભ્રષ્ટાચારમાંથી બચાવવો હોય તો મહારાજ દયાશંકર પંડિતે જે કામ કર્યું એ આપણે ચાલુ રાખવું જોઈએ. આપણે એમના પગલે પગલે ચાલવું જોઈએ.'