Dhondu ane Pandu (Hasya Lekh Sangrah) By Vaju Kotak
ધોંડું અને પાંડુ - વજુ કોટક
ધોંડું - આજે તું કૃષ્ણ બન્યો છે એટલે હોલબૂટ ન પહેર્યા હોત તો સારું હતું.
પાંડુ - એ તો બધું ચાલે, ભગવાન કંઈ વેજીટેબલ ઘી નહોતા ખાતા અને આજે એમને મંદિરમાં કે હવેલીઓમાં વેજીટેબલ ઘીની જ મીઠાઈ ધરવામાં આવે છે.કૃષ્ણ ભગવાનના વખતમાં વીજળીની બત્તીઓ ન હતી.આજે તો દરેક મંદિરમાં છે.વખત જતા માણસો ભગવાનને કોટ-પાટલુન પહેરાવીને ટેબલ-ખુરશી પર બેસાડે તો નવાઈ પામવા જેવું નથી.