Dhanlalsani Bhavai Lila - Bakul Tripathi "લીલા' એ માનવજીવનની એક નિત્યલીલાનું પ્રતિબિંબ છે. એમાં જે નાટયદર્શન છે તે પોતાના સમયની માગ મુજબનું છે. વળી ભરતમુનિના શબ્દો પ્રમાણે એવી કોઈ વિધિ-કળા-જ્ઞાન કે કર્મ નથી, જે નાટકમાં આવી ન શકે. "લીલા'એ આ વાત સિદ્ધ કરી આપી છે. અહીં એકાધિક કળાઓનું સામુહિક પ્રદર્શન સફળ સંકલના થકી થયું છે. ગુજરાતી ભાષાનું એ નસીબ રહ્યું છે કે મૌલિક અને મંચનક્ષમ નાટયકૃતિઓ માટે તેને હંમેશા ફાંફાં જ મારવાનાં રહ્યાં છે. આ સંજોગોમાં જે કેટલાંક અપવાદો અને આશ્વાસનો છે એમાં "લીલા' પ્રથમ હરોળે છે.