Bharatma Pachayatiraj By B C Shah
ભારતમાં પંચાયતીરાજ
લેખક: પ્રા બી. સી. શાહ
ભારતની આઝાદી સમયે લગભગ 90 ટકા લોકો ગામડામાં રહેતા હતા અને 70 થી 80 ટકા લોકો નીરક્ષર હતા. મુખ્ય વ્યવસાય અને અર્થતંત્ર ખેતી આધારિત હતું. ભારતના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે આયોજન પંચની આવશ્યકતા હતી અને 1950 માં આયોજન પંચની રચના કરવામાં આવી.ગામડું એ એના અસ્તિત્વની ક્ષણથી માંડી ભારતની આઝાદીના સમય સુધી પોતાની જરૂરિયાતો માટે સ્વનિર્ભર હતું. ભારતમાં ગ્રામીણ અને શહેરી એવી બે પ્રકારની ભિન્ન-ભિન્ન સંસ્કૃતિઓ પનપતી હતી. શહેરોનું ગ્રામીણ સંસ્કૃતિ પરનું અવલંબન વધારે હતું કારણકે મૂળભૂત જરૂરિયાત જેવીકે અન્ન, શકભાજી,ફાળો, દૂધ જેવી જીવનજરૂરિયાત બધીજ ચીજો માટેનો આધાર ગામડું હતું જયારે સામે પક્ષે શહેરો પાસે એવું મૂળભૂત કશું હતું જ નહિ જે તે ગ્રામ્યજનોની જરૂરિયાત હોય. આમ ગામડું એ એક પ્રકારે સ્વાયત્ત એકમ હતું.
ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના ની શરૂઆત ઈ.સ. 1951 માં થઇ જેમાં ખેતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું જે ભારતીય અર્થવ્યવસ્થા ખેતી આધારિત અને ગ્રામીણ હોવાનો નિર્દેશ કરે છે. ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાને મહાલનોબીસ યોજના તરીકે ઓળખવામાં આવે છે. જેની શરૂઆત વર્ષ 1956 અને તેમાં પ્રાધાન્ય ભારે ઉદ્યોગો ને આપવામાં આવેલ હતું. 1956- 57 ના બજેટની ચર્ચા દરમિયાન મુલ્કી અને મહેસુલી ખર્ચની જોગવાઈ માટે ગૃહમંત્રી ગોવિંદવલ્લભ પંત ની અધ્યક્ષતામાં એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું.
પ્રસ્તુત ગ્રંથ સ્નાતક,અનુસ્નાતક જાહેર સેવા આયોગના વિદ્યાર્થીઓને મહત્તમ ઉપયોગી થઇ શકે તેવા હેતુથી અનુરૂપ પદ્ધતિએ તૈયાર કરવામાં આવેલ છે