Balpanna Vanarveda By Vaju Kotak
બાળપણના વાનરવેડા - વજુ કોટક
ગાડી સ્ટેશન આગળ અટકી. બગલમાં પોટલું મારી કેશુભાઈની પાછળ ચાલ્યો. જોઉં છું તો બે મિત્રો મને વળાવવા આવેલા ભાયલો અને ધમલો. અમે ડબ્બામાં બેઠા. મેં પોટલું છોડ્યું અને અંદરથી બે ભમરડા કાઢ્યાં હાથ લંબાવી મારા મિત્રોને મેં ભેટ આપી દીધા મારો વિચાર ભમરડા અમદાવાદ લઈ જવાનો હતો. મિત્રોને જોઈ એ વિચાર માંડી વળ્યો ધમલાની પાછળ રાતડો ઉભો હતો એ પણ કઈ સંદેશો પાઠવતો હતો સીટી વાગી રાતડે રુદન શરુ કર્યું ધમાલે અને ભાયલે હાથ ઉચા કર્યા ધીમે ધીમે ટ્રેન ઉપડી ડબ્બાની બારીની બહાર ડોકું કાઢી ઉભો રહ્યો દુરથી જયારે મિત્રો દેખાતા બંધ થતા હતા ત્યારે ઝીણો અવાજ આવ્યો,'વજિયા... આવજે....