Alvida Africa Tatha Ghas Parna Padchhaya (Gujarati Translation of Out of Africa and Shadows on The Grass) By Karen Blixen
અલવિદા આફ્રિકા તથા ઘાસ પરના પડછાયા - કેરેન બ્લિક્ષેન
આજથી સો વર્ષ પહેલાનું પૂર્વ આફ્રિકા તેમના પુસ્તકમાં તાદૃશ્ય થાય છે.પશ્ચિમી દેશોના વાચકોએ આ પુસ્તક વાંચતા જાણે આ અંધારિયા ખંડને અચાનક નજીક આવેલો અનુભવ્યો.આ પુસ્તકમાં કદી ના જોયેલા એવા ફાર્મ-ખેતી વિષયક કારભાર અને તેના પ્રયોગો,પોતાનાથી તદ્દન ભિન્ન સ્વભાવ ધરાવનારા,ફાર્મ પરના વસાહતીઓ,સભ્ય સમાજની ભાષા અને રેહનીકરણીથી સદંતર અજાણ એવા દેશી આફ્રિકનોની સાથે વસવાટ અને સૌથી વિશેષ તેમનો કુદરત પ્રત્યેનો પ્રેમ આ પુસ્તકમાં પ્રસ્તુત છે.