100 Zen Kathao By Nilratna Desai
100 ઝેન કથાઓ - નીલરત્ન દેસાઈ
ઝેન-બૌદ્ધ કથાઓ નાની પરંતુ ચમત્કૃતિપૂર્ણ સાર ધરાવતી પ્રેરણાદાયક અને બોધપ્રદ ટૂંકી વાર્તાઓ હોય છે. મનને દુન્યવી બંધનો અને મોહથી છોડાવીને અધ્યાત્મિકતા તરફ દોરી જવાનો તેનો મુખ્ય હેતુ હોય છે.ઝેન કથાઓની મુખ્ય વિશેષતા એ છે કે તે ખૂબ નાનકડા વિસ્તારમાં ખૂબ મોટી વાત કહી જાય છે. ઝેન કથાઓ ઘણી પ્રચલિત છે. ઝેન ગુરૂઓએ શિષ્યો સાથે થયેલા વિવિધ પ્રસંગો તથા સંસારની વિવિધ વસ્તુઓ અને વિષયો પર ટૂંકાણમાં પણ ખૂબ માર્મિક રીતે ચોટદાર અભિવ્યક્તિ ધરાવતી આવી ઝેન કથાઓ જે ખુબ જ પ્રખ્યાત અને બોધદાયક ઝેન કથાઓનું સંકલન આ પુસ્તકમાં પ્રસ્તુત છે. ઝેનની કોઈ રીત નથી,માર્ગ નથી,વિધિ નથી. ઝેનમાં કાંઈ કરવાનું નથી,કાંઈ મેળવવાનું નથી. ઝેનમાં કાંઈ જાણવાનું નથી,સિદ્ધિ નથી,ઉપલબ્ધી નથી. ઝેન એટલે જાગ્રત ધ્યાન