Yuddha ane Yuddha Neta Gujarati Book Written by Swami Sachchidanand યુદ્ધ અને યુદ્ધનેતા - સ્વામી સચ્ચિદાનંદ ધીરેધીરે દેશમાં ધાર્મિક અને કોમી વેરઝેર વધી રહ્યાં છે. આ ભવિષ્ય માટે સારા સંકેત નથી. જો આવી ને આવી પરિસ્થિતિ વધતી જશે તો તિરાડો મોટી થશે અને કદાચ ગૃહયુદ્ધની નોબત પણ આવે. ઈશ્વર – અલ્લા – ગૉડ બધાને પ્રાર્થના કરીએ કે આવી સ્થિતિ નિર્મિત થાય નહિ. પૂરી પ્રજા પોતપોતાના ધર્મોનું પાલન કરતીકરતી, એકબીજાનું માન-સન્માન રાખીને, રાષ્ટ્રપ્રેમથી જીવે. રાષ્ટ્રપ્રેમ મહત્ત્વની વસ્તુ છે. અંદરોઅંદરની કંકાસવૃત્તિનો લાભ શત્રુ ન ઉઠાવી જાય તે સૌએ સમજવાનું છે. લડીઝઘડીને પણ દેશવાસીઓ તો દેશમાં જ રહેવાના છે, પણ કોઈને રાષ્ટ્રદ્રોહનો ડાઘ ન લાગી જાય તેની તકેદારી અને ચિંતા પ્રજા તથા સરકાર બન્નેએ કરવાની છે. અને પૂરી તકેદારી રાખવા છતાં પણ કદાચ ગૃહયુદ્ધ થઈ જાય તો તે માટે પણ સાવધાન થવાની જરૂર છે. તે વખતે શું કરવું તેની સ્પષ્ટતા અત્યારથી જ હોવી જોઈએ. પ્રસ્તુત પુસ્તક આવી બધી દિશાઓ તરફ દેશવાસીઓ તથા જે-તે જવાબદાર વ્યક્તિઓનું ધ્યાન દોરવામાં નિમિત્ત બનશે તો હું ધન્ય થઈશ.