Yog Viyog (Novel)
યોગ-વિયોગ કાજલ ઓઝા- વૈધ (નવલકથા)
'યોગ-વિયોગ' છે સંબંધોના તાણાવાણા ગૂંથતી, ઉકેલતી...ગૂંચવતી અને ફરી ઉકેલતી એક કથા. પોતાનાથી વધુ ભણેલી પત્ની અને ત્રણ સંતાન સહિત એક ગર્ભસ્થ શિશુને છોડીને ચાલી જનારા પતિની છેલ્લા પચ્ચીસ વર્ષથી રાહ જુએ છે વસુમા, પતિને શોધવા સંતાનોને કહ્યા વગર એ અખબારોમાં એક જાહેરખબર આપે છે અચાનક ગુમ થઇ ગયેલા પતિની અને પોતાના ભરથારને આપે છે માત્ર ૪૮ કલાક ઘેર પાછા ફરવા!
'ચિત્રલેખા' ના પાના ઉપર 76 પ્રકરણ સુધી સફળતાપૂર્વક વાંચકોને જકડી રાખનાર અદ્દભુત નવલકથા