Will Yane Vasiyatnamu Kevi Rite Banavsho? By: Dr.Rasik Shah
વિલ યાને વસિયતનામું કેવી રીતે બનાવશો?- ડો.રસિક છ.શાહ
અનેક વરિષ્ઠ નાગરિકોને મૂંઝવણ થાય છે કે મારી મોટી ઉંમર થઇ અને હવે અંત ક્યારે આવશે તે ખબર નથી.જિંદગીભર મહેનત કરી પરસેવો પાડી ધન કમાયો, વાપર્યું,બચાવ્યું,રોકાણ કર્યું અને મિલકત બનાવી,હવે પાછળ શું?કોને શું આપવું?, કોણ શેને લાયક છે? કાયદો ક્યાં નડે છે ? મારે હવે શું કરવું? જેથી મારા મૃત્યુ પછી મારા સંતાનો મિલકત મેળવવા ઝઘડો ન કરે. શાંતિથી આપેલું સ્વીકારી લે, જેને જે મળ્યું,તેમાં સંતોષ માને.
જે કોઈ વ્યક્તિ પાસે સારા પ્રમાણમાં મિલકત હોય તેને મોટી ઉંમરે અનેક પ્રશ્નો સતાવતા હોય છે કે, મારા મૃત્યુ પછી મારી મિલકતનો અધિકાર મેળવી તેની વ્યવસ્થા અને ભોગવટો કોણ કરે? માણસને એમ થાય કે મહેનત મારી, મૂડી મારી, વારસદારો મારા અને ચિંતા કરવાની મારે ? શું કરવું અને શું ન કરવું ? તે દ્વિધામાં પડી જાય,પોતાની પાછળ પોતાની ઈચ્છા અને ઈરાદા પ્રમાણે વહીવટ થાય તેવું સ્વપ્ન રાખે.
આ ચિંતામાંથી મુક્ત થવા અને દરેક મિલકત ધરાવનારની ઇચ્છા શાંતિપૂર્વક પતી જાય તે માટે કાયદાનું આ પુસ્તક સામાન્ય ભણેલાં અને કાયદાનું જ્ઞાન ન ધરાવતી વ્યક્તિ માટે સરળ અને સાદી ભાષામાં લખવામાં આવ્યું છે. વસીયત કરતી વખતે કાયદાની કઈ કઈ આટીઘૂઁટીઓ નડે છે
આ પુસ્તક વાંચ્યા પછી કોઈ પણ નાગરિક પોતાનું વસિયતનામું પોતાની ઈચ્છા તથા ઈરાદા પ્રમાણે શાંતિથી બનાવી શકશે. વસિયતનામું બનાવ્યા પછી સંજોગો અને વિચારો બદલાતા વારસો આપવાની બાબતમાં ફેરફાર કરવાની ઈચ્છા થશે તે માટે શું કરવું તે પણ બતાવ્યું છે.
|