Buy Vidur Neeti Gujarati Book by Swami Sachchidanand Online at Low Price
વિદુરનીતિ આજે જ્યારે દેશનું રાજકારણ ઘોર પતનના ખાડામાં ગયું છે અને લોકો ઘોર નિરાશા અનુભવી રહ્યા છે ત્યારે આ ‘વિદુરનીતિ’ દેશવાસીઓને—ખાસ કરીને રાજકારણીઓને દિશાસૂચક થઈ શકશે તેવી મને આશા છે. આપણે સ્વીકારવું જોઈએ કે પશ્ચિમી પ્રકારની લોકશાહીને આપણે પચાવી શક્યા નથી. ધાર્મિક ક્ષેત્રની માફક રાજકારણમાં પણ વ્યક્તિવાદ મોખરે થઈ ગયો છે. ધાર્મિક ક્ષેત્રમાં જેમ બ્રહ્મપૂજાની જગ્યાએ વ્યક્તિપૂજા અને હજારો સંપ્રદાયો–પંથો કરી બેઠા છીએ, તેમ રાજકારણમાં પણ રાષ્ટ્રવાદની જગ્યાએ કોમવાદ, પ્રાન્તવાદ, પરિવારવાદ અને હવે વ્યક્તિવાદની કક્ષાએ ઊતરી ગયા છીએ. “મારું શું?” એ ધારણામાં રાષ્ટ્રવાદ ગાયબ થઈ ગયો છે. આવી ચિંતાજનક સ્થિતિમાં આ પુસ્તક રાજનેતાઓને અને પ્રજાજનોને થોડીક પણ દિશા ચીંધશે તો મને આનંદ થશે, હું કૃતકૃત્ય થઈશ.