Ved Darshan (Gujarati) by Bhandev વેદ દર્શન વેદ આપણા ધર્મનો પ્રધાન અને પ્રથમ ગ્રંથરાજ છે. આમ છતાં વેદ અને આપણી વચ્ચે એક બહુ મોટી ખાઈ ઊભી થઇ છે. કુલ હિન્દુઓના સોમા ભાગના હિન્દુઓને પણ ચાર વેદના નામની જાણ હશે કે કેમ તે એક પ્રશ્ન છે. સંસ્કૃતજ્ઞ પંડિતો પણ વેદનો અભ્યાસ ભાગ્યે જ કરે છે. ગીતા, ઉપનીષદો, બ્રહ્નસુત્ર, યોગસુત્ર, ભક્તિસુત્રો આદિ હિન્દુધર્મના મૂળ ગ્રંથોનો અભ્યાસ કરનાર જિજ્ઞાસુઓ અને વિદ્વાનો પણ ચાર વેદની સહીતાઓના અભ્યાસથી દુર જ ભાગે છે, વેદ આપણાથી જાણે દુરદુર ચાલ્યા ગયા કે આપણે વેદથી દુરદુર ચાલ્યા ગયા છીએ. આ શોચનીય સ્થિતિ છે. આ પુસ્તક માં વેદ શું છે તેનું ધ્યાન કરાવે છે.