Tire Tire Narmada - Amrutlal Vegad
તીરે તીરે નર્મદા (નર્મદાત્રયીનું ત્રીજું પુસ્તક)
અમૃતલાલ વેગડ
ભારતમાં નદીઓને માતા કહી છે. આથી શ્રદ્ધાળુઓ નદીની પરિક્રમા કરે છે. આવા જ એક નર્મદા પરિક્રમાના પ્રવાસ પર લેખક અને ચિત્રકાર શ્રી અમૃતલાલ વેગડે પ્રથમ પુસ્તક ‘પરિક્રમા નર્મદા મૈયાની’અને બીજું પુસ્તક ‘સૌંદર્યની નદી નર્મદા’ ત્રીજું પુસ્તક 'તીરે તીરે નર્મદા 'પ્રગટ કર્યું છે. પ્રથમ પુસ્તકમાં ૧૮૦૦ કિ.મી. લાંબી પદયાત્રાના વર્ણનો છે. જયારે દ્વિતીય પુસ્તકમાં બાકી રહેલા ૮૦૦ કિ.મી.ની પદયાત્રાનું વર્ણન છે. અહીં ‘સૌંદર્યની નદી નર્મદા’ના સાંસ્કૃતિક પરિપેક્ષ્યમાં વાત મૂકવાની હોવાથી તે સંદર્ભમાં અહીં ગુજરાતના નારેશ્વરથી ગ્વારીઘાટ,જબલપુર(મધ્યપ્રદેશ) સુધીની નર્મદાના ઊત્તર કાંઠાની યાત્રાની અનુભવકથા વર્ણવી છે. લેખકની આ પરિક્રમા સળંગ નથી, ટૂકડે ટૂકડે કરેલી પરિક્રમા છે. તેનો ઊદ્દેશ ધાર્મિક નથી પણ સૌંદર્ય, કળા કે સાહિત્યની દૃષ્ટિથી કરી છે. ઋષિઓ કહે છે કે તપ નર્મદા તટે જ કરવું આ નર્મદાનો અર્થ નર્મ એટલે આનંદ આપનારી, સુખ આપનારી થાય જયારે તેનું બીજુ નામ ‘રેવા’નો અર્થ કૂદવું થાય, જેમાં તેની આરણ્યક સંસ્કૃતિની ઝલક મળે છે.
"સૌંદર્યની નદી નર્મદા" પુસ્તકમાં નર્મદા કિનારે વસતા આદિવાસીઓ તેમની પરિક્રમાવાસીઓ પ્રત્યેની શ્રદ્ધા, તેમના રીતરિવાજો અને ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં, અભાવોની વચ્ચે પણ હસતાં હસતાં જીવન વિતાવવાની ખુમારીના દર્શન પ્રસંગોપાત થતા રહે છે. પરિક્રમાવાશીઓને અને એમને અન્ન કે આશરો આપનારા નર્મદાકાંઠાના કોઇપણ પરિવારોની ભાવનામાં આપણી સંસ્કૃતિનાં મૂળ કેટલે ઊંડે ઊતરી ગયા છે ? અને તે રોજબરોજના વ્યવહારમાં કેવી રીતે ઝળકી ઊઠે છે ? તેનો અનેરો આસ્વાદ આ કૃતિ કરાવે છે. મૌનીમાતાના આશ્રમથી કરૌદી જતા લેખક એક બાબા સાથે રાત રોકાય છે ત્યાં આખું ગામ ગૌડ કુટુંબોનું છે. અહીં એક લગ્નના આમંત્રણનો સ્વીકાર કરી અમૃતલાલ લગ્નમાં જાય છે. ત્યારે જાણવા મળે છે કે, હવે અહીં રિવાજ બદલાય ગયો છે. નહીં તો પહેલા ગૌડ સમાજમાં છોકરીવાળા જાન લઇને છોકરાને ઘેર જતાં. છોકરીનો પિતા કન્યાદાન કરે કારણ કે દાતા છે અને દાતાની શોભા જાતે જઇને દાન કરવામાં છે કોઇને માંગવા માટે એના ઘેર આવવું ન પડે. અહીં આદિવાસીઓની માન્યતાઓ અને વિચારસરણીનો ઊચિત પરિચય મળે છે.
Tire Tire Narmada - અમૃતલાલ વેગડ
જો પોણોસો અથવા સો વરસ પછી કોઈ દંપતી નર્મદા-પરિક્રમા કરતું દેખાય. પતિના હાથમાં ઝાડુ હોય અને પત્નીના હાથમાં સૂંડલો અને ખૂરપી; પતિ ઘાટોની સફાઈ કરતો હોય અને પત્ની કચરાને લઈ જઈને દૂર ફેંકતી હોય અને બંને વૃક્ષારોપણ પણ કરતાં હોય, તો સમજી લેવું કે એ અમે જ છીએ - કાન્તા અને હું. કોઈ વાદક વગાડતાં પહેલાં મોડે સુધી પોતાના સાજનો સૂર મેળવે છે, તેમ આ જન્મે તો અમે નર્મદા-પરિક્રમાનો સૂર જ વગાડી રહ્યાં હતાં. પરિક્રમા તો આવતે જન્મેથી કરીશું.--અમૃતલાલ વેગડ
આજ લેખકની અન્ય કૃતિ માટે અહીં ક્લિક કરો
|