ધ વ્હાઈઽ ટાઈગર - અરવિંદ અડીગા
જંગલની મુક્તિના માહોલમાં ખૂંખાર દેખાતા વાઘને પાંજરાના બંધન ગમતાં નથી.એને કઈ રીતે તોડીને નાસી છૂટવું એ જ એનો કાયમનો લક્ષ્યાંક હોય છે. આ નવલકથાનો હીરો બલરામ હલવાઈ પણ આ વાઘ જેવી જ જિજીવિષા ધરાવે છે. ગંગાકિનારાના ગયા પાસે એક અંધારિયા ગામમાં નબળા આર્થિક- સામાજિક બેકગ્રાઉન્ડમાં એ જન્મેલો છે. પાંજરારૂપી આ સ્થિતિને તોડીને એક સફળ એન્ટરપ્રેન્યોરની ઝળહળતી જિંદગી સુધી પહોચવાની દિલધડક સાહસ્કાથાને લેખકે રોમાંચક -રસાળ શૈલીમાં વર્ણવી છે. દિલ્લીમાં એક જમીનદારની કારના ડ્રાઈવર તરીકેની નોકરીનો ગોલ્ડન ચાન્સ બલરામને મળે છે. જિંદગીને બેહતર બનાવવાની મહત્વાકાંક્ષા સેવતા બલરામને ધમધમતું દિલ્લી નવી નૈતિકતા શીખવે છે. તેનામાં રહેલો સોશિયલ એન્ટરપ્રેન્યોર અંધકારને ફાડીને ધનદૌલતના ઝગમગાટ સુધી લઇ જાય છે. દેશાભીમાનની ખોખલી વાતો કરનારા માટે આ કથા રમુજપૂર્ણ કટાક્ષ પણ છે. પોતાની જાત સાથે વાત કરવાનું બલ્રમનું વલણ રસપ્રદ છે. ધ મેન બુકર પ્રાઈઝ વિનર આ પુસ્તકનું શીર્ષક પણ અર્થપૂર્ણ છે.