The Don
' ધ ડોન ' દાસ્તાને - દાઉદ- આશુ પટેલ
આશુ પટેલે શુદ્ધ અને ચોટદાર એવી સાદી ગુજરાતી ભાષામાં, આ વિશ્વના સૌથી ચાલાક માણસ, દાઉદ ઈબ્રાહિમની ક્રાઇમ કુંડળીનો દસ્તાવેજ આપણને આપી દીધો છે, એ પણ ડોકયુંમેન્ટરી નોવેલના સ્વરૂપે, ' ધ ડોન ' અંડરવર્લ્ડની ઘટનાઓ વિશે તારીખ, સમય અને સ્થળ સહિતની તલસ્પર્શી માહિતી આપતું પુસ્તક.
અમેરિકા અને યુનો દ્વારા જેને આંતરરાષ્ટ્રીય આંતકવાદી જાહેર કરાયો છે એવા, ભારતના સૌથી મોટા ગુનેગાર અને એશિયાના ઓસામા બિન લાદેન ગણાતા, દાઉદ ઈબ્રાહિમ કાસકરના બાળપણથી માંડીને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈ એસ આઈથી વૈશ્ચિક સ્તરે ફેલાયેલા ખતરનાક આંતકવાદી સંગઠન અલ કાયદા સુધી તેના કનેકશનની ઝીણવટભરી માહિતી.