THE BOSS - Gunvant Shah મૅનેજમૅન્ટની સફળતાનો સીધો સંબંધ કર્મની કુશળતા સાથે રહેલો છે. મૅનેજર કે CEOને બીજું બધું ચાલે, પણ કર્મમાં ઢીલાશ, આળસ કે અકુશળતા ન ચાલે. સમર્થ બૉસ કદી અનિર્ણયનો કેદી હોઈ શકે? એ કદી અવઢવમાં હોઈ શકે? એ કદી સ્ફુર્તિ વિનાનો અને દિશા વિનાનો ન હોઈ શકે. એનો પ્રિય શબ્દ એક જ હોય : 'ટાર્ગેટ'. આ સૃષ્ટિમાં સર્વત્ર વ્યવસ્થતિ છે, ગોટાળો નથી. જ્યારે કોઈ સમર્થ CEO પોતાની સંપૂર્ણ નિષ્ઠા સાથે કામમાં પરોવાઈ જઈને કશુંક સદ્ધિ કરે છે ત્યારે એ વિરાટ બ્રહ્માંડમાં રહેલી કોસ્મિક ગોઠવણીને નાનો પણ નક્કર ટેકો આપતો હોય છે. અરે! નાડીના ધબકારા અને હૃદયના આરોગ્યનો આધાર પણ શરીરના સૂક્ષ્મ મૅનેજમૅન્ટ પર રહેલો છે. આ પુસ્તક મૅનેજમૅન્ટના ચીલાચાલુ પુસ્તકોથી જુદું પડે છે. આ પુસ્તક વાંચ્યા પછી કોઈ પણ CEO, મૅનેજર, આચાર્ય, નેતા, ગૃહિણી, વિદ્યાર્થી, કંપનીનો અધિકારી કે કર્મશીલ હતો તેવો ને તેવો રહે એ શક્ય નથી. મૅનેજમૅન્ટ છે, તો આપણે છીએ!