તમે પણ બની શકો છો જીનીઅસ - અપર્ણા મજુમદાર
જન્મથી કોઈ પણ વ્યક્તિ જીનીઅસ નથી હોતો, એના માટે સખત મહેનત, લગન અને ધૈર્યતાથી સ્વયંને જીનીઅસ બનાવી શકાય છે, પરંતુ આના થી પણ મહત્વપૂર્ણ વાત એ છે કે પોતાની અંદર છુપાયેલ આવડત અને પ્રતિભાની ખબર હોવી તેમજ એને સાચા સમયે સાચા સ્થાન પર પ્રદર્શિત કરવી. આમ કરવાથી તમે કેવળ જીનીઅસ નથી બનતા પરંતુ બીજાઓ ને પણ પ્રભાવિત કરો છો.