Swar Jyotish
સ્વર જ્યોતિષ
તરુબહેન વી.ઘેલાણી
‘સ્વરશાસ્ત્ર’એટલે આત્મસાક્ષાત્કાર કરવાનો અત્યંત સરળમાર્ગ
સ્વરવિદ્યા એટલે ‘સ્વ’ માં ‘રત’ રહેવાની કળા . આત્મસાક્ષાત્કાર કરવાનો અત્યંત સરળ માર્ગ .સતત અવિરામ ગતિએ ચાલી રહેલા શ્વાસ -પ્રશ્વાસના માધ્યમથી સમષ્ટિ ચેતનાનો પ્રત્યક્ષ અનુભવ થાય છે . સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપી રહેલ પરમચેતન તત્વ , જેને બ્રહ્મ, ઈશ્વર ,કે પરમાત્મા કહો : પ્રત્યેક જીવમાત્રને નિરંતર સંકેતો આપે છે. આવા સ્વયં પ્રકાશિત -ચૈતન્ય સંદેશાઓને આપને શ્વાસ-પ્રશ્વાસના માર્ગ પરથી ઓળખવાના છે. આપણા શરીરના પૃષ્ટ ભાગમાં કરોડરજ્જુ છે, જેમાં થઈને ઈડા,પિંગળા અને સુષુમણા એ ત્રણ મુખ્ય ‘ચેતના નાડીઓ’ પસાર થાય છે .ઈંડા ડાબી બાજુ છે .તેને ચંદ્રનાડી પણ કહે છે. જમણા ભાગમાં ‘ પિંગળા’ અથવા ‘સૂર્યનાડી’ છે. મધ્યભાગમાં ‘સુષુમણા’ નાડીનું સ્થાન છે. શ્વાસ જયારે મુખ્ય રૂપે ડાબા નસકોરામાંથી વહેતો હોય ત્યારે ‘ચન્દ્રસ્વર’ ચાલે છે, એમ કહેવાય છે અને જમણા નસકોરામાંથી જયારે શ્વાસચાલે ત્યારે ‘સુર્યસ્વર’ કહેવાય છે
જીવમાત્રના પરમપિતા ભગવાન શ્રી શિવજીએ જેની રચના કરી છે તે આ ‘સ્વરશાસ્ત્ર’ આપણા માટે સુલભ બનાવવા માટે આ પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે .’સ્વરજ્ઞાન’ થયા પછી ભૌતિક તેમજ આધ્યાત્મિક પ્રશ્નોના જવાબ મળે છે. નાસિકાના છિદ્રો અર્થાત નસકોરા વાતે અંદર બહાર જતા શ્વાસને ઓળખી લઇ તેમજ માનસપટલ પર વિચરી રહેલ પંચતત્વને જાણી લઇ અનેક વ્યવહારિક ક્રિયાઓમાં સ્વરનું મહત્વ સમજાવ્યું છે .સાથે યોગ, મુદ્રાઓ ,પ્રાણાયામ ,ષઽચક્રો ,કુંડલીની.ૐકાર, મંત્રશક્તિ , પ્રાર્થના , સ્વપ્નશાસ્ત્ર, વિપશ્યના .રેકી , ડાઉઝિંગ વિષે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
|