Swami Vivekanand (Set of 9 Books)
સ્વામી વિવેકાનંદ
આધુનિક ભારતના ઘડતરમાં,રામકૃષ્ણ પરમહંસની સર્વધર્મસાધનાને પગલે વિશ્વ-માનવતાના વ્યાપક સંદર્ભમાં સ્વામી વિવેકાનંદનું પ્રદાન અને માર્ગદર્શન ઇતિહાસમાં લાંબો સમય સંભારાતું રહેશે.
સ્વામી વિવેકાનંદના ધાર્મિક વ્યાખ્યાનોએ જો કે સમસ્ત જગતને સત્યધર્મનું એક શાસ્ત્ર આપ્યું છે,છતાં સ્વામીજીના સ્વદેશના બાળકોને તો એ વ્યાખ્યાનોએ ધર્મનું આદર્શ સ્વરૂપ સમજાવ્યું છે.હિન્દુસ્તાન અને હિન્દી પ્રજાની આધુનિક અધોગત અવસ્થામાં જયારે તેના ઉપર ચારે તરફથી વિદેશીય સંસ્કારોના આક્રમણ થતા હતા ત્યારે તેને ખરેખર એવે સમર્થ આલંબનની જરૂર હતી કે જેનો તે આશ્રય લઇ શકે.કોઈ એવા દ્રઢ અને પ્રમાણભૂત કથનની જરૂર હતી કે જેના ઉપર તે પ્રેમ અને શ્રદ્ધાપૂર્વક વિશ્વાસ રાખી શકે.સ્વામી વિવેકાનંદના તે જ પ્રકારના સત્ય અને આગ્રહયુક્ત ઉપદેશોમાં હિંદુ પ્રજાને પોતાના ધર્મનું યતાર્થ દર્શન થયું છે.