Shri Krishnanu Adhyatma Darshan By Bhaandev
શ્રીકૃષ્ણનું અધ્યાત્મદર્શન - ભાણદેવ
ભગવાન શ્રીકૃષ્ણે 'ગીતા' ત્રણ વાર કહી છે, બે વાર અર્જુનજીને કહી છે. 'શ્રીમદ ભગવદગીતા' અને ઉતરર્ગીતા. આ બંને 'ગીતા' 'મહાભારત'માં છે. તૃતીય 'ગીતા' ભગવાને ઉદ્વવજીને કહી છે. જે 'શ્રીમદ ભાગવત'માં છે. આ ત્રણેય 'ગીતા'નો વિષય એક જ છે-અધ્યાત્મવિધા ! 'શ્રીમદ ભગવદગીતા' સાઘંત અને સંગોપાગ અધ્યાત્મવિધાનો જ ગ્રંથ છે અને અધ્યાત્મવિધા તો ભગવાનની પોતાની એક વિભૂતિ જ છે.
'શ્રીમદ ભગવદગીતા'માં ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી અભિવ્યક્ત થયેલું અધ્યાત્મદર્શન - અધ્યાત્મવિધા અહી શબ્દદેહે અભિવ્યક્ત થાય છે તેનો આનંદ છે.