Shri Devi Bhagwat (Baar Skandh) (Part 1 & 2)
મહર્ષિ વેદ વ્યાસ રચિત
શ્રી દેવી ભાગવત -(બાર સ્કંધ સાથે )
પૂર્ણ સત્યને નવી રીતે કહે તેનું નામ પુરાણ. વેદ અને ઉપનિષદોમાં જે સત્યો મંત્રોના માધ્યમથી કહ્યા છે, તે જ સત્યો પુરાણોમાં કથાના માધ્યમથી કહ્યા છે. પુરાણો અઢાર છે. તેમના નામ અને તેમના શ્લોકની સંખ્યા (કૌંસમાં આપ્યા પ્રમાણે) આ પ્રમાણે છે. બ્રહ્મપુરાણ (10,000), પદ્મપુરાણ (55,000), વિષ્ણુપુરાણ (23,000), શિવપુરાણ (24,000), શ્રીમદ્ ભાગવત (18,000), નારદપુરાણ (25,000), માકઁડેય પુરાણ (9,000), અગ્નિપુરાણ (15,400), ભવિષ્ય પુરાણ (14,500), બ્રહ્મવૈવર્તપુરાણ (18,000), લિંગ પુરાણ (11,000), વરાહ પુરાણ (24,000), સ્કંદ પુરાણ (81,100), વામન પુરાણ (10,000), કૂર્મપુરાણ (17,000), મત્સ્ય પુરાણ (14,000), ગુરુડ પુરાણ (19,000) અને બ્રહ્માંડપુરાણ (12,000) આમ, અઢાર પુરાણોના કુલ શ્લોકની સંખ્યા ચાર લાખ થાય છે. આ અઢારપુરાણો ઉપરાંત ઉપપુરાણો પણ અઢાર છે. જેવા કે સનતપુરાણ, નારસિંહ પુરાણ, નારદપુરાણ, શૈવપુરાણ, કપિલપુરાણ, માનવપુરાણ, ઔશનસ પુરાણ, વરુણપુરાણ, કાલિકા પુરાણ, સાંબપુરાણ, સૌરપુરાણ, આદિત્યપુરાણ, માહેશ્વરપુરાણ, દેવી ભાગવત, વસિષ્ઠપુરાણ, નંદિપુરાણ, પારાશપુરાણ અને દુર્વાસાપુરાણ
|