Shree Shiv Mahapuran (Gujarati Book)
મહર્ષિ વેદ વ્યાસ રચિત
શ્રી શિવ મહાપુરાણ
પ્રસિદ્ધ પુરાણ ગ્રંથની આધ્યાત્મિક આવૃત્તિ (ભાગ 1-2 સાથે )
(સંપૂર્ણ સરળ સર્વોપયોગી સંજીવની ટિકાવાળું સચિત્ર સંસ્કરણ)
શ્રી શિવ મહાપુરાણની કથા એ ભગવાન શિવ તરફની યાત્રાનો પ્રારંભ છે. ભગવાન શિવના દર્શનની કથા છે. જે મન અને શરીરના રોગોને દૂર કરી શાશ્વત શાંતિનો અનુભવ કરાવનાર છે. આ કથા ગાવી, કહેવી, સમજવી કે સમજાવવી અઘરી છે.
કહત કઠિન, સમુજત કઠિન સાધન કઠિન બિબેક
આમ છતાં કોઇ સાચા સંત કે નિઃસ્પૃહી શિવભક્ત વક્તા દ્વારા સમજવામાં આવે તો જીવનના કેટલાય કોયડાઓનો ઉકેલ આવી જાય છે. શિવ કથા સાંભળતા પહેલા બુદ્ધિ અને અહંને પોતાનાથી અળગા રાખીને સાંભળવાથી જ તેમાં સમાયેલા તથ્યો સમજી શકાય છે. તૂટતી જતી સમાજ વ્યવસ્થાને જોડવાનો રામબાણ ઇલાજ ભગવાન શિવના ચરિત્રની કથા એટલે શ્રી શિવ મહાપુરાણની કથા છે. સમગ્ર બ્રહ્માંડમાં ભગવાન શિવનું કુટુંબ જ એક આદર્શ કુટુંબ છે. જે કુટુંબમાં નાના મોટા સૌ કોઇ પુજાયા છે. તેઓ તો પુજાયા એટલું જ નહિ તેમના વાહનો પણ પુજાયા છે. બધાના સ્વભાવ જુદા જુદા હોવા છતાં ભેટા થઇ કેવી રીતે રહી શકાય તેનું માર્ગદર્શન શિવજીની આ કથા આપે છે.
શ્રી શિવ મહાપુરાણ સ્વયં ભગવાન શિવજીએ રચ્યું છે. તેનું સંક્ષિપ્ત સ્વરૂપ શ્રી વેદ વ્યાસજીએ આપ્યું છે. આ શિવ મહાપુરાણમાં સાત સંહિતાઓ, ૨૯૭ અધ્યાય અને ૨૪૦૦૦ શ્લોક છે. શ્રી શિવ મહાપુરાણ જગતને દિશા બતાવે છે. જેનાથી માણસની દશા સુધરે છે. સમાજના મુખ્ય પ્રશ્નો જેવાકે,
» સદ વિચાર કેવી રીતે ઉદભવે ?
» ભક્તિ કેવી રીતે મળે ?
» શું કરવાથી વિવેક વધે ?
» જીવનમાં વિકાર આવે તો શું કરવું જોઇએ ?
» પરમાત્મા સાથે જીવની સુરતા કેવી રીતે બંધાય ?
» પરમાત્મા કોણ છે ? પરમાત્માને કેવી રીતે મેળવી શકાય ?
આ બધા જ પ્રશ્નોના જવાબ શ્રી શિવ મહાપુરાણ આપે છે. જ્યાં શિવકથાનું આયોજન થાય છે ત્યાં બધા તિર્થોનો વાસ થાય છે. એક દિવાસળી સળગાવતાં જેમ અંધકારનો નાશ થાય છે, તેમ શિવ કથા ઘોર પાપોનો નાશ કરે છે. શિવ એટલે કલ્યાણ જેનું નામ લેવાથી સર્વનું કલ્યાણ થાય છે તેવા ભગવાન શિવના ચિત્રની કથા એટલે જ શ્રી શિવ મહાપુરાણ કથા.
|