શ્રી ગરુડ મહાપુરાણ (ભાગ ૧-૨ સેટ) - મહાદેવ ધોરિયાણી
Shree Garud Mahapuran (Part 1 and 2) by Mahadev Dhoriyani
'ગરુડ મહાપુરાણ' ની રચના પણ મહર્ષિ વેદવ્યાસે કરી છે . બીજા પુરાણોની જેમ આ પુરાણ પણ માનવ આત્મકલ્યાણ માટે ઉપયોગી છે .આ પુરાણ બે વિભાગમાં વહેંચાયેલ છે -(1) પૂર્વખંડ -આચારખંડ અને (२) ઉત્તરખંડ -પ્રેતકર્મ -સારોદ્વાર . પૂર્વખંડ -આચારખંડમાં સૃષ્ટિની ઉત્પત્તિ, સૂર્ય - ચંદ્ર અને અન્ય દેવ દેવીઓના મંત્રો, ઉપાસના વિધિ, ભક્તિ - જ્ઞાન-વૈરાગ્ય -સદાચારનો મહિમા ,યજ્ઞ -દાન -તપ -તીર્થાટન -લૌકિક- પરલૌકિક ફળોનું વર્ણન ,વ્યાકરણ -છંદ -સ્વર -જ્યોતિષ-રોગો -આયુર્વેદ-રત્નસાર -નીતીસાર ઉપરાંત મરણ પામેલ વ્યક્તિના કલ્યાણ અર્થે ઔધર્વદૈહિક સંસ્કાર -પિંડદાન -શ્રાદ્ધ -સપીંડીકરણ કર્મવિપાંક- પાપોનું પ્રાયશ્ચિત,ધર્મ -અર્થ-કામમોક્ષના સાધનોથી આત્મજ્ઞાનની વૃદ્ધિનું સુંદર પ્રતિપાદન કરવામાં આવ્યું છે . આ પુરાણના બીજા ઉત્તરખંડમાં કેવા કર્મો કરવાથી પ્રેત ન બનવું પડે , તેના ઉપાયો ,સમાધાનો ,યમમાર્ગગમનથી થતી યાતનાઓ , તેનાથી છૂટવાના ઉપાયો ,મરણોત્તર દાન ,પ્રેતોનું વિવરણ ,પ્રેતપીડા, પ્રેતપણાથી મુક્તિના ઉપાયો આદિની જાણકારી આપેલ છે .