હૃદય ભૂમિમાં એક એક સૂત્રને આરોપીત કરતુ ઓશોના પ્રવચનોનું સંકલીત પુસ્તક ‘શિવ સૂત્ર'
બીત ગયા સ્વર્ણયુગ, રહ ગઇ સ્વર્ણધૂલિ શેષ શિવ કોઇ પુરોહિત નહી હૈ, શિવ તીર્થંકર હૈ. શિવ અવતાર હૈ, વે જો ભી કરેંગે વહ આગ હૈ અગર તુમ જલને કો તૈયાર હો તો હી ઉનકે પાસ આના ! : બાળકોની ચેતના મોટા કરતા વધુ જાગૃત હોય છે તેથી જ તે વધુ ઉર્જાવાન હોય છે. ઉંમરની સાથે ચેતના વધવાને બદલે ઘટે છે ચાલાકીઓ... જે ઇન્સાનને વધુ બેઇમાન બનાવે છે અને બેઇમાનીથી શું હાંસલ થાય ?
એક સંસ્કૃત શ્લોકના ભાવાર્થ અનુસાર જો સાત ભવનાં પુણ્ય તપતાં હોય તો સંગીતનો ‘નાદ' લાગે અને જો આઠમા ભવના પુણ્ય તપતા હોય તો સાહિત્યનો નાદ લાગે અને જો જન્મોજન્મના પુણ્ય તપતાં હોય તો જ ઓશો સાહિત્યનો નાદ લાગે ! ઓશોની વિદાયને પા સદી જેટલો સમય વિતી ગયો હોવા છતા તેનું નામ સાંભળતા જ ચોંકી જનારાની સંખ્યા ઘટી નથી. શિવ..શિવ.. આ પવિત્ર શ્રાવણ માસમાં કોનું નામ લીધું ? દેવોના દેવ મહાદેવ વિશે છાપાની પૂર્ર્તિઓ અને ટીવી સીરીયલોએ ન જાણવા જેવું શું રહેવા દીધું છે ? બસ.. આજ શું રહી ગયું છે.. એ જાણવા ઓશો રજનીશે પૂનામાં શિવ-સૂત્ર પર આપેલા અમૃત પ્રવચનોનો સંકલિત ગ્રંથ ‘શિવ-સૂત્ર' વાંચવો પડે.
અસંખ્ય જીવો મનુષ્ય દેહ પૃથ્વી પર આવ્યાં અને ગયાં પરંતુ પૃથ્વીના લાખો વર્ષના આયુષ્યકાળમાં પોતાની ચેતનાને પ્રજવલિત કરી ખુદ જલીને દુનિયાનો પંથ અજવાળનારો પ્રતિભાઓ આંગળીના વેઢે ગણાય તેટલી જ અવતરી છે. જેણે દરેક વખતે જનમાનસના બંધિયાર પણાને તોડવા વિધ્વંસકનું કડવું કર્તવ્ય બજાવ્યું છે. હિન્દુ માયપોલોજીએ બ્રહ્માને પૃથ્વીના સ્થપિતા (જનરેટર), વિષ્ણુને સંચાલક (ઓપરેટર) અને શિવને ‘સંહારક' (ડિસ્ટ્રોયર) ગણાવ્યાં છે. નવસર્જનની પૂર્વશરત જેવા વિનાશનું અપ્રિય અને કપરૂ કાર્ય કરનારા શિવ હિન્દુઓના તેત્રિસ કરોડ દેવ-દેવીઓમાં ‘મહાદેવ' છે અને આવા અપજશ દેનારા કર્તવ્યને માથે લઇ બેસવાનું ભોળપણ દાખવીને જ ‘ભોળાનાથ' કહેવાયાં છે. શિવ ક્રાંતિ-દૃષ્ટા છે, પયગંબર છે. ઓશોના મતે તે જે કહેશે એ પણ ‘આગ' હશે તેથી જો જલીને રાખ થવાની તૈયારી હોય તો જ શિવને સમજવાની શરૂઆત કરજો. વળી જલશો નહિ... મિટશો નહિ તો નવજીવન પ્રાપ્ત કઇ રીતે કરશો ?
શિવ-સૂત્રનું એક-એક સૂત્ર બીજ સમાન છે. જેમ એક બીજમાં એક વટવૃક્ષ બનવાની, બીજા સેંકડો બીજ પેદા કરવાની અને એ રીતે પુરી સૃષ્ટિ પર છવાઇ જવાની ક્ષમતા સંગ્રહિત હોય છે તેમ શિવસુત્રના સુત્રને તમારી હૃદયભૂમિમાં આરોપિત કરી તેને અંકુરિત થવાની, વિકસિત થવાની, તેના પર ફળ-ફૂલ બેસવાની તક આપશો તો જ શિવને જાણી શકશો ! પહેલું સૂત્ર છે : ચૈતન્યમાત્મા ! ‘ચેૈતન્ય' આત્મા છે. આત્માનો અર્થ છે ‘આપના' સિર્ફ આત્મા જ આપણા છે. આપણું ચૈતન્ય જ આપણું છે. બાકી બધું પરાયું છે. અરે.. આ તો જોરનો ઝટકો છે... તમ્મર આવી જાય છે એવા.. આપણી ચેતના સિવાય આપણું કંઇ નહિ..? મારો પરિવાર, મારા પ્રિયજન, પદ-પ્રતિષ્ઠા, ધન-દૌલત, યશ -કિર્તી, જાતિ, ધર્મ, રાષ્ટ્ર.. મારૂ... મારૂ.. એમાંનું કંઇ ‘મારૂ' નહિ ? આ ક્રાંતિકારી સૂત્ર જ સંસાર તરફ વિરકિત કરાવનારૂ છે. વિષાદ કરાવનારૂ છે ! આજ સુધી કંઇ કેટલાય તડજોડ કરી-કરીને પરાર્ણ-મહાપરાર્ણ સાચવી રાખેલા સંબંધો, તેની સાથે જોડેલી આશાઓ-અરમાનો ક્ષણવારમાં નિરર્થક બનતાં લાગશે. આજ સુધી બધાં પર ‘વોચ' રાખનારા તમે તમારા ‘સ્વ' તરફ ધ્યાન કેન્દ્રિત કરવા ‘ફ્રી' થશો. જેમ દીવાનું અજવાળું તેના ખુદ સિવાય બધું અજવાળે છે, બધે પહોંચે છે તેમ અન્યો તરફ જ દોરાયેલું રહેલું તમારૂં ધ્યાન સમેટી તમારે ખુદ તરફ કેન્દ્રિત કરવું પડશે. ખૂબ જ વિઘાતક બની શકે તેવી વાત છે છતાં આ જ સાચું ‘તપ' છે. યસ... ફરાળી પીત્ઝા, કચોરી, રંગબેરંગી વેફર્સ ખાઇ શ્રાવણના ઉપવાસ કર્યાનું ‘મન' મનાવી લેવું કે પછી પોતાની જાતને ભૂખે મારી-મારી સૂકવી નાખવી એ જો ‘તપ' હોત અને તેનાથી મોક્ષપ્રાપ્તિ થતી હોત તો તો અડધી દુનિયા ભૂખે મરે છે તેનો બધાનો મોક્ષ તો ‘કન્ફર્મ' થઇ ગયો ને ? ઉર્જામય-ચૈતન્યમય હોવું એ જ જીવંતતા છે. શિવ, બુધ્ધ, મહાવીર બધા જ તમને હોશમાં લાવવા માંગે છે. પરંતુ ‘હોશ' ની સાથે જ ગેટવન ફ્રી ના પેકેજમાં જોડાયેલી હોય છે. જીવનની વાસ્તવિકતા... જેનો ‘ટેસ્ટ' એજયુઝવલ એટલો કડવો હોય છે કે હોશમાં આવવાની ભૂલ કરવાનુ તમને પોષાય તેમ નથી તેથી જ તમે તમારો આનંદ, તમારૂં સુખ બેહોશી... મદહોશી... લાવે તેવી બાબતોમાં શોધો છો પણ ધરતીનો છેડો ‘ઘર' અંતે તમે ભૂલી ભટકીને ‘સ્વ' તરફ વળશો જ તેથી જ શિવ કહે છે તમારા ચૈતન્યને જેટલું વિસ્તારશો એટલી આત્માની ઓળખ ‘ઇઝી' બનશે... ચોઇસ ઇઝ યોર્સ... !
બીજું સૂત્ર છે જ્ઞાનં બંધ : ! જ્ઞાન બંધન છે. જે જ્ઞાન તમે બહાર થી મેળવો છો... માતા-પિતા-ગુરૂ દ્વારા... શાષાો દ્વારા... એની વે એ બધું તમારા માટે બંધન છે. જેમ જન્મની સાથે જ તમને તમે કઇ જાતિના, ધર્મના... પ્રદેશ કે દેશના છો તેનું રટણ કરાવી-કરાવીને અન્યથી કંઇક અલગ હોવાનું જ્ઞાન કરાવાય છે. જેનાથી તમને અન્યોથી દૂર કરાવાય છે, વિભાજીત કરાય છે... વૈમનસ્ય પેદા કરાવાય છે... લડાવાય છે જયારે લોહી, હાડકાં કે શરીરના અંદરના અવયવોના પરીક્ષણથી વ્યકિત કઇ જાતની, ધર્મની, દેશની છે તે તો વિજ્ઞાન પણ હજુ સાબિત નથી કરી શકયું ! વિજ્ઞાનને મતે તો બધા સજીવોનોનો એકમ છે ‘કોષ' પણ આવું જ્ઞાન ધર્મગુરૂઓના હાટડાંઓ માટે ‘બંધકોશ' કરાવી દેનારૂ ગણાય. જો બધાય શરીર એક જ સમાન પંચમહાભૂતના બનેલા હોય અને તેમાં જ પાછા વિલીન થઇ જવાના હોય તો વિશ્વમાં આજે ત્રણસો જેટલાં ધર્મો કેમ અસ્તિત્વમાં છે ? નહિ... પ્રશ્ન પણ ઉઠાવી ન શકાય કારણકે સંશયાત્મા વિનશ્યતિ ! એટલે જ બધા ધર્મગુરૂઓ શીખવે છે.
મૌન...ધ્યાન...આંખો બંધ કરી બેસી રહો તેનાથી તમને શાંતિ મળે કે ન મળે...તમારા ધર્મગુરૂઓને તમારા પ્રશ્નો કનડશે નહિ, તેને અવશ્ય શાંતિ મળશે. બાળપણથી એ ફ્રીઝ થયેલા પ્રશ્નો તમારા અસ્તિત્વ સાથે જ જીવશે અને મરશે...મૃત્યુબાદ એ અધૂરા પ્રશ્નો...અધૂરી વાસનાઓ જન્મોજન્માંતર તમારો પીછો નહી છોડે. તેથી જ ત્રીજા સૂત્રમાં શિવ કહે, છે કે યોનિવર્ગ અને કલાશરીર છે. પ્રકૃતિ તમને શરીર આપે છે. જયાં સુધી તમારી તૃષ્ણાઓ પૂરી જ થાય ત્યાં સુધી નવા-નવા શરીરો આપે છે. શરીર મનુષ્ય આકારનું હોય કે અન્ય જીવજંતુ - પશું - પક્ષીનું....તમારો આત્મા તેમાં કેદ થઇ સમાન પણે જ છટપટતો રહે. છે. પીંજરૂ...જેલ માટીની હોય કે સોનાની...બંધનનું દુઃખ તો સમાન જ હોય છે તેથી જ તમારી વાસનાઓથી મુકત બનો. માયાના બંધનોને ‘ટેમ્પરરી નોટ' કરો જેથી સરકવું આસાન રહે.
ચોથુ સુત્ર છે ઉદ્યમો ભૈરવઃ ઉદ્યમ જ ભૈરવ છે. ભૈરવનો અર્થ છે મૂળ અસ્તિત્વ...મૂળ અસ્તિત્વને પામવા તમારો આત્મા જે ઉદ્યમ કરશે તે જ તેને બ્રહ્મમાં એકાકાર કરશે. તમે અનુભવશો કે તમે આકાશનો એક નાનકડો ટુકડો હોવા છતાં તેનાથી કયાંય અલગ નથી એકાકાર છો...જેમ કોઇ ઝરણું સાગરમાં મળ્યા પછી હોવા છતાંય ન હોય ! પાંચમું સૂત્ર છે શકિતચક્રના સંઘાનથી વિશ્વનો સંહાર થઇ જાય છે. તમે તમારી શકિતઓનો પૂરો ઉપયોગ કરતા જ નથી...પુરૂ જીવતા જ નથી...પૂરા પ્રજ્વલિત થવાને બદલે લબૂકઝબૂક ટમટમતાં રહો છો.તેથી જ તમારૂં શકિતચક્ર કયારેય પૂર્ણ થતું નથી. વિજ્ઞાનના મતે મેઘાવી મનુષ્યો પણ પોતાની ૧પ% માનસિક શકિતઓ જ જીવન દરમિયાન વાપરે છે તો બુધ્ધુઓનું શું થતું હશે ? દિમાગનું પેકેટ ‘વેલરેપર્ડ' જ ગોડને રિટર્ન કરતા હશે ને ? બોલે તો દિમાગકા ઢક્કન ખોલને કા બીડુ કયોંકિ પૂરી ઉર્જા...પૂરતી શકિત વિનાના યંત્રો ય ચાલતા નથી તો મનુષ્ય અધૂરોપધૂરો શી રીતે જીવી જાય છે. ? જયારે તમે શકિતચક્ર પુરૂ કરશો તો કોઇ જ બંધન નહી રહે...વિશ્વ તમારા માટે સમાપ્ત થઇ થશે કારણ કે તમે જ વિશ્વ બની જશો...ટોટલ એફર્ટ વિના જીવશો તો જીવન કયારેય પૂર્ણ નહીં લાગે અને શકિતચક્ર પુરૂ કરશો તો તમેજ મૂળઅસ્તિત્વ બની જશો...તમે જ પરમાત્મા થઇ જશો.
પૂરો પવિત્ર શ્રાવણમાસ....અક્કલને કોરાણે મૂકીને પુણ્ય કમાઇ લેવાના ધખારા કરે છે. મનુષ્યો...! અંતે બધાની ઝંખના એકજ છે એ પરમસુખની પુનઃ પ્રાપ્તિ કરવી છે જે માના ગર્ભમાં નવ-નવ માસ અનુભવ્યું પછી કયાં ખોવાઇ ગયું ? ગર્ભમાના જીવને સંપૂર્ણ સલામતી હતી...કોઇ જવાબદારી ન હોતી...કોઇ અણધાર્યા ઓચિંતા પરિવર્તનો નહોતા...ક્ષીરસાગરમાં જેમ વિષ્ણુ તરે છે તેમ માના ગર્ભમાં નિヘંિતતાથી તરતા હતા. વિજ્ઞાન કહે છે કે માના ગર્ભમાં નજીકની માત્રા સમૂહની નજીકની માત્રા જેટલી જ હોય છે એટલે જ પછી જીવનમાં કયારેય એ સુખનો અનુભવ પુનઃ પ્રાપ્ત નથી થતો એ બેચેની જંપવા નથી દેતી જીવને ફરી જન્મ લેવાની લાલસા એ અવસ્થામાંથી પુનઃ પસાર થવા માટે જ હોય છે. શિવ સુત્રના સુત્રો તમને આ ચક્રમાંથી મુકત થવા મદદરૂપ થશે. એક-એક સુત્ર એક-એક સંકલ્પ છે. જે તમને તમારા ચૈતન્યને સંકોરવામાં તેના પર જામેલી રાખ ઝાડવામાં મદદરૂપ થશે. વિસ્મય જ યોગની ભુમિકા છે. સ્વયંમાં સ્થિતિ શકિત છે. વિવેક આત્મજ્ઞાનનું સાધન છે. અસ્તિત્વનો આનંદ ભોગવવો એ જ સમાધિ છે. ચિતના અતિક્રમણના ઉપાયના ચોથા પ્રવચનના સુત્રોમાં વર્ણવ્યા છે. જેમાં ચિત્ત જ મંત્ર છે. પ્રયત્ન જ સાધક છે. ગુરૂ ઉપાય છે. શરીર હવિ (યજ્ઞમાં હોમવાનું દ્રવ્ય) છે. જ્ઞાન જ અન્ન છે. વિદ્યાના સંહારથી સ્વપ્નો પેદા થાય છે. પરમાત્મા પરમ ઉર્જા બની તમારી ભીતર છુપાયા છે. પાંચમુ પ્રવચન સંસારના સંમોહન અને સત્યના આલોકનું છે. આત્મા ચિત્ત છે અને કલા વગેરે તત્વોનો અવિવેક જ જ માયા છે. મોહ આવરણયુકત યોગીની સિધ્ધિઓ તો સાકાર થઇ જાય છે પરંતુ તેને આત્મજ્ઞાન થતુ નથી. મોહ પરનો વિજય જ પરમ સ્વતંત્રતા છે અને સ્થાયીરૂપમાં મોહજય થઇ જવાથી સહજ વિદ્યા ફલિત થઇ જાય છે.
છઠ્ઠુ પ્રવચન છે દ્રષ્ટિ જ સૃષ્ટિ છે. આત્મા નર્તક છે. અંતરાત્મા જ રંગમંચ છે. આંગન ગમે તેટલુ સીધુ થઇ જાય નૃત્ય તો તમારે જ શીખવુ પડે છે. બુધ્ધિ વશમાં થતા જ સત્યની સિધ્ધિ થાય છે અને એ સિધ્ધિની સાથે જ સ્વતંત્રતા જોડાયેલી હોય છે અને એવો સાધક જ ભીતર પણ જઇ શકે છે. સાતમુ પ્રવચન છે ધ્યાન અર્થાત ચિદાત્મ સરોવરમાં સ્નાન, ધ્યાન ભીતરનું સ્નાન છે. જેમ બાહ્ય સ્નાન બાદ તાજગી આવી છે તે જ રીતે ધ્યાન અંતરાત્માનું સ્નાન છે જે એવી અનંત તાજગી આપે છે જેની પヘાપ કોઇ અશાંતિ-બેચેની ટકતી નથી. આઠમુ પ્રવચન છે જીન જાગા તિન માનિક પાઇયા, નવમુ પ્રવચન છે સાધો, સહજ સમાધી ભલી ! દસમુ પ્રવચન છે સાક્ષિત્વ જ શિવત્વ છે. શ્રાવણ એ શ્રાવક બનવાની તક છે. શિવ-પાર્વતીના વાર્તાલાપ પર ઓશો એ અંગ્રેજીમાં ‘ધ બુક હેવ ઓફ સિક્રેટેસ'નામે પ્રવચનમાળા આપેલી છે. જે રેબેલ પ્રકાશને ત્રણ ભાગમાં પ્રગટ કરેલી અને રેબલ દ્વારા જ તેનો હિન્દી અનુવાદ પાંચ ભાગમાં તંત્ર સુત્ર શીર્ષક હેઠળ આપવામાં આવ્યો છે. તમારા ચૈતન્યને પ્રગટાવવામાં મદદરૂપ થશે સ્વયં શિવ તેના સુત્રો રૂપે...ૐ નમઃ શિવાય
Courtesy:
આલેખન -પરેશ રાજગોર
http://www.akilanews.com/15102013/other-section/paresh-rajgor/2481281378191489-160
|