શેરલોક હોમ્સની જાસૂસી કથાઓ
સર આર્થર કોનન ડોઈલ
અનુવાદક : જ્યોતિકુમાર વૈષ્ણવ
આજે 21મી શતાબ્દીની હવામાં આપણે સહુ શ્વસીએ છીએ .પુસ્તક કરતા ઓનલાઈન રીડિંગનું વાતાવરણ જામતું જાય છે , છતાય લગભગ સવાસો વર્ષ પૂર્વે શબ્દદેહે કાગળમાં જન્મેલું એક પાત્ર આજેય અત્યંત લોકપ્રિય છે એ વિશ્વની અનેક અજાયબીઓમાં ઉમેરો કરતી એક વધુ અજાયબી નથી? સાહિત્યસૃષ્ટિની અજાયબી .
શેરલોક હોમ્સ એક કાલ્પનિક પાત્ર છે , પણ એ પાત્રે વાચકોના ચિત્તમાં તે સાચું હોવાની જેવી ભ્રમણા પેદા કરી છે તેવી અંગ્રેજી સાહિત્યમાં બીજા કોઈ કાલ્પનિક પાત્રે કરી નથી . આજે પણ હોમ્સના કેટલાયે ચાહકો લંડનની બેકર સ્ટ્રીટમાં હોમ્સનું નિવાસસ્થાન શોધે છે !
હોમ્સની આ કથાઓએ કિશોરકિશોરીથી માંડીને વૃદ્ધવૃદ્ધા સુધી સૌને એક સરખો નિર્દોષ આનંદ આપે છે . આ વાર્તાઓની લોકપ્રિયતા દશકાઓથી એવી ને એવી અતુટ રહી છે
ખરેખર તો દિમાગની ધાર કાઢવા અને વિચારોને કલ્પનાશીલ બનાવવા ઉત્તમોત્તમ સસ્પેન્સ સ્ટોરીઝમાં ઘુબાકા મારવા જરૂરી નહિ, અનિવાર્ય છે.
અંગ્રેજી પાંચ ગ્રંથોમાં થઈને શેરલોક હોમ્સની કુલ 56 વાર્તાઓ છે . તેમાંથી પસંદ કરીને 42 વાર્તાઓ આ શેરલોક હોમ્સ ડિટેકિટવ ગ્રંથાવલીમાં લીધી છે
શેરલોક હોમ્સ : ફાંસલો અને બીજી વાતો
શેરલોક હોમ્સ : છટકું અને બીજી વાતો
શેરલોક હોમ્સ : સોનેરી ચશ્માં અને બીજી વાતો
શેરલોક હોમ્સ : નીલમણી અને બીજી વાતો
શેરલોક હોમ્સ : વાગ્દત્તા અને બીજી વાતો
શેરલોક હોમ્સની જાસૂસી કથાઓ
શેરલોક હોમ્સની રહસ્ય કથાઓ
|