Sherkhan
શેરખાન
વિજયગુપ્ત મૌર્ય
ચાલો, હિમાલયનાં પહાડી જંગલોમાં! આ ઘટાટોપ જંગલો પર માણસનું નહિ, શેરખાન નામના વાઘનું રાજ ચાલે છે. ચારેબાજુ તેની હાક વાગે છે, કારણ કે પૂરા ૧૦ ફીટ લાંબો શેરખાન સામાન્ય વાઘ નથી. આદમખોર છેે, એટલે કે નરભક્ષી છે. માણસનું કૂણું માંસ ખાવા મળે ત્યાં સુધી શેરખાન બીજાં પ્રાણીપંખીને મારતો નથી. ચાલીસેક માણસોને તેણે ફાડી ખાધા છે, છતાં ભલભલા બંદૂકબાજો તેનો શિકાર કરી શકતા નથી. ચપળ, લુચ્ચો અને ઝનૂની શેરખાન ક્યારેક શિકારીને પણ શિકાર બનાવે છે. આ ભયંકર શેરને માણસ તો ખતમ કરી શકતો નથી, પરંતુ જંગલમાં જ છેવટે તેને સવાશેરનો ભેટો થાય છે.
હિમાલયનાં ઘટાટોપ અને રમણીય જંગલોનો દિલધડક પ્રવાસ કરાવતી જાદુઇ કલમનું નામ છે વિજયગુપ્ત મૌર્ય