Shaherma Farta Farta By Vaju Kotak
શહેરમાં ફરતા ફરતા - વજુ કોટક
કાકાએ પોતાના હાથ બતાવ્યા, એમના હાથના આંગળાં લાલ બની ગયા હતા અને એમની આંખો પણ સુજી ગયેલી હતી. મેં પૂછ્યું આ બધું શું થઇ ગયું છે ? 'આ બધું તારી કાકીનું પરાક્રમ છે. મને પરને મરચાંના ડીટિયા તોડવા બેસાડ્યો. પહેલા તો મેં નાં પાડી, પણ તેણે કહ્યું કે અથાણું બે હાથે ખાઈ જાઓ છો. આજે મદદ કરવા બેસો એટલે ખબર પડશે કેમ અથાણું થાય છે. વજુ! મારા બંને હાથમાં આગ લાગી છે અને આંગળાં તો જાણે મીણબતીની જેમ બડી રહ્યા હોય એમ લાગે છે. પૈસા, સમય, હાથ-પગ અને ખાતી વખતે મોઢું! આજે મને એમ લાગે છે કે આપના જીવનમાં અથાણાં જોઈએ જ નહિ. અધૂરામાં પૂરું કેરી કાપવા બેઠો હતો અને હાથ દુખી ગયા છે. કાકાની કફોડી દશા જોઇને મને દયા આવી અને હું એમને બાજુની હોટલમાં નાસ્તો કરવા લઈ ગયો. આ હોટલમાં પણ એવો સખત બફારો હતો કે જાણે આપણે કોઈ બળતી સગડીમાં દાખલ થયા હોઈએ, આવી ગરમીમાં પણ હું જોઈ શક્તો કે માણસો ગરમાગરમ ભજીયા અને તીખી તમતમતી મરચાની ચટણી ખાઈ રહ્યા હતા! કપાળે થી પરસેવો લુછતા જતા હતા અને ખાતી વખતે મોઢાંમાંથી સિસકારા બોલાવતા હતા.'