Sardar Vallabhbhaina Bhashano (1918 thi 1947)
સરદાર વલ્લભભાઈના ભાષણો (૧૯૧૮-૧૯૪૭)
સંપાદકો : નરહરિ દ્વારકાદાસ પરીખ અને ઉત્તમચંદ દીપચંદ શાહ
સરદાર પટેલનું નામ છેલ્લા થોડા સમયથી ગુજરાતીઓ માટે ઈશ્વરતુલ્ય બની ગયું છે. ગામેગામ સરદારના નામના ધીંગા મંડળો ચાલે છે. એમના નામે કેટલીક રોકડી કરતી દુકાનો ય ખુલી છે. પણ બહુ ઓછાને દંતકથાઓની પેલે પારના સાચા સરદારનો પરિચય કેળવી, નવી પેઢીમાંથી નવા લોખંડી સરદારો બનાવવાનું આકરું તપ કરવું હોય છે. સરદાર નામના વ્યક્તિની તસવીર કરતાંય મહત્ત્વના છે, એમના આકરા લાગે તેવા રોકડા શબ્દોમાં વ્યક્ત થતા વાસ્તવવાદી વિચારો. અને ગુજરાતીમાં કિફાયતી દામે એમના તમામ ભાષણો ગ્રંથસ્થ હોવા છતાં ગુજરાતીઓ આ બાબતે સ્થિતપ્રજ્ઞા છે! ગુજરાત વિદ્યાપીઠ જેવી ગાંધીજીના સંતાન જેવી સંસ્થા આવા પ્રકાશનો આજકાલ નવેસરથી કરી રહી છે, ત્યારે આ હેરિટેજ હેપીનેસમાં ધુબાકા મારવાનો ફૂલ કૂલ લ્હાવો જરાય મિસ કરવા જેવો નથી જ નથી.