સરસ્વતીચંદ્ર- ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ગોવર્ધનરામ આપણા શ્રેષ્ઠ નવલકથાકાર છે।'સરસ્વતીચંદ્ર' ના ચાર ભાગમાં એમણે સરસ્વતીચંદ્ર-કુમુદસુંદરીની પ્રણકથા નિમિત્તે સંસ્કૃતીકથા આપી છે।પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના સંગમકાળે આપણે ત્યાં જે પ્રશ્નો ઉભા થયા હતા એનું આ નવલકથામાં સર્વગ્રાહી અને કલાત્મક નિરૂપણ થયું છે।આશરે અઢારશો પાનામાં વિસ્તરેલી આ નવલકથામાં લેખકના સર્જનની અને શક્તિનો અપૂર્વ પરિચય મળે છે।એમાં વ્યક્તિત્વના જીવનપ્રશ્નોની,અપના સયુંકત કુટુંબજીવનની, રાજ્યતંત્રની અને ધર્મજીવન ની લેખકે રસમય વાર્તાની ગૂંથણી દ્વારા સુન્દર મીમાંસા કરી છે। મહાકાવ્ય જેવી આ સુદીર્ઘ મહાકથાનો અ સંક્ષેપ વાસ્તવના ચિત્રોના દર્શન કરાવી,વાચકને ભાવાનાલોકમાં લઇ જઈને, રસાનંદનો અપૂર્વ આસ્વાદ કરાવે છે।