સેપિયન્સ : માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ લેખક : યુવલ નોઆ હરારી
Sapiens Manav Jatino Sampurna Itihas (Gujarati Book)
1,00,000 વર્ષ પહેલાં પૃથ્વી પર અલગ-અલગ છ માનવ પ્રજાતિઓ રહેતી હતી....અને આજે માત્ર એક જ પ્રજાતિ રહી છે... અને તે છે. હોમો સેપિયન્સ એટલે કે 'આપણે'. જો તમે માનતા હો કે સ્કૂલ, કૉલેજ કે પૌરાણિક વાર્તાઓમાંથી તમે જે શીખ્યા છો તે જ સાચું છે, તો તમે એક મોટા ભ્રમમાં છો!
આ Global Bestseller પુસ્તક તમારી આંખો ખોલશે અને તમને શીખવશે કે... કેવી રીતે આપણે સાધારણ વાંદરાઓમાંથી પૃથ્વીના શાસક બની ગયા? પૃથ્વી ઉપર વર્ચસ્વની લડાઈમાં આપણે કેવી રીતે સફળ થયા? ખોરાક શોધવા માટે ભટકતા આપણા પૂર્વજો, નગરો અને રાજવંશોનું નિર્માણ કરવા માટે કેમ ભેગા થયા? આપણે ઈશ્વર, રાષ્ટ્ર અને માનવ અધિકારોમાં વિશ્વાસ કરવાનું કેવી રીતે શરૂ કર્યું? કેવી રીતે આપણે નિયમો, મૂલ્યો અને આદર્શોની રચના કરીને લોકોનાં મનનું પ્રોગ્રામિંગ કર્યું? આવનારાં હજારો વર્ષોમાં આપણી દુનિયા કેવી હશે?
આ માહિતીપ્રદ Global Bestseller પુસ્તક તમારી સદીઓ જૂની માન્યતાઓ અને વિચારો સામે પ્રશ્નાર્થ ઊભા કરી તમારા વિચારો, કર્મો અને શક્તિઓનો તમારા ઊજળા ભવિષ્ય માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની સાચી દિશા પૂરી પાડશે.