Samanya Gyan Kosh
સામાન્ય જ્ઞાન કોશ
ડો. બી. સી.રાઠોડ
પ્રસ્તુત પુસ્તક 'સામાન્ય જ્ઞાન કોશ' વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ફરજીયાત વિષય તરીકે આવતા સામાન્ય જ્ઞાનના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે હાલમાં રાજ્યમાં તેમજ કેન્દ્ર કક્ષાએ લેવામાં આવી મોટા ભાગની પરીક્ષાઓમાં સામાન્ય જ્ઞાનનો એક વિભાગ ખાસ મુકવામાં આવ્યો છે. જેમાં પરીક્ષાર્થીઓને સામાન્ય અભ્યાસને લગતા તમામ મુદ્દાઓનો સંપૂર્ણ અભ્યાસ કરી પરીક્ષા આપે અને તેમાં સફળતા મેળવે આ પુસ્તકમાં આપવામાં આવેલી માહિતી માટે N.C.E.R.T.ના નવીનત્તમ પાઠ્યપુસ્તકો અને વિવિધ વિષયોના પ્રથમ કક્ષાના કહી શકાય તેવા સંદર્ભગ્રંથોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સામાન્ય જ્ઞાનના વિવિધ વિષયોની માહિતીથી ભરપૂર આ પુસ્તક સંઘ લોક સેવા આયોગ (U.P.S.C.), ગુજરાત જાહેર સેવા આયોગ (G.P.S.C)ના ઉમેદવારો માટે ખાસ ઉપયોગી છે. આ ઉપરાંત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે ગૌણ સેવા પસંદગી મંડળ, પોલીસ-સબ-ઇન્સ્પેકટર, પંચાયત સેવા પસંદગી મંડળ, તલાટી-કમ-મંત્રી, રેલ્વે, બેન્કિગ, એલ.આઈ.સી., એકાઉન્ટન્ટ ક્લાર્ક, હિસાબી અધિકારી,અને સ્ટાફ સિલેકશન જેવી પરીક્ષાઓ માટે પણ સમાન રીતે ઉપયોગી છે.
અનુક્રમણિકા:
પ્રકરણ 1-ગુજરાત પરિચય-ગુજરાતની ભૂગોળ-ગુજરાતનો ઈતિહાસ-ગુજરાતનું રાજકારણ અને સાહિત્ય-ગુજરાત સંસ્કૃતિક -ગુજરાત રમતજગત
પ્રકરણ 2- ઈતિહાસ-મધ્યકાલીન ભારત-આધુની ભારત-વિશ્વનો ઈતિહાસ
પ્રકરણ-3- ભૂગોળ-વિશ્વની ભૂગોળ-
પ્રકરણ 4- ભારતીય અર્ત્વ્યવ્સ્થા
પ્રકરણ 5- ભારતનું બંધારણ
પ્રકરણ 6- વિજ્ઞાન અને ટેકનોલોજી -જીવવિજ્ઞાન -ભૌતિકશાસ્ત્ર- રસાયણવિજ્ઞાન
પ્રકરણ 7- કમ્પ્યુટર ટેક્નોલોજી
પ્રકરણ 8- રમતજગત
પ્રકરણ 9- સામાન્ય જ્ઞાન (વિવિધ)
( ટોટલ 888 પાના )
|