Rajarshi Kumarpal By Dhumketu
રાજર્ષિ કુમારપાળ ('ગુર્જરેર્શ્વર' કુમારપાળ' થી આગળ વધતી નવલકથા )- ચૌલુક્ય નવલકથાવલિ : (14)
ધૂમકેતુ
કુમારપાળ પાટણમાં રાજય કરે છે. પણ તેના ભત્રીજા અજયપાલ સાથે આંતરિક ઘર્ષણને લીધે પાટણમાં એક જાતની ભયંકર પરિસ્થિતિ ઉભી થાય છે જેનો લાભ દુશ્મનો કોઈ પણ ક્ષણે ઉઠાવી શકે છે. અહી ઉદા મેહતા કુમારપાળને મદદ કરે છે અને ઘર્ષણ અટકવાના બધા ઉપાયો કરે છે.
અહી જ ગુરુ હેમચંદ્રાચાર્યનો પ્રવેશ થાય છે. મંત્રી અને શ્રેષ્ઠીઓનો આગ્રહ રાજા અમારિ (પશુ પક્ષીઓનો વધ, મધ્ય-માંસ વગેરે અટકાવવું) ઘોષણા કરે એવો છે અને એ રીતે જૈન ધર્મ પ્રબળ બને એમ તેઓ ધારે છે, પણ ગુરુ એમ થતું અટકાવે છે અને ધીરે ધીરે લોકોના મન-મસ્તિષ્કને સમજાવે છે. અહી કુમારપાલના બે ધર્મો વચ્ચે પોતાના રાજ્ય અને પ્રજાની સુખાકારી માટે, પાટણ ટકે એ માટેનાં પ્રયત્નો ખુબ સરળતાથી સમજાય છે.
છેવટે રાજા દોહિત્ર પ્રતાપમલ્લ, જે રાજા થવા નથી ઈચ્છતો, એની બદલે ભત્રીજા અજયપાલને જ રાજ સોંપવાની વાત વિચારે છે.
ચૌલુક્ય નવલકથાવલી
1.પરાધીન ગુજરાત
2.ગુર્જરપતિ મૂલરાજદેવ ભાગ ૧,
3.ગુર્જરપતિ મૂલરાજદેવ ભાગ 2
4.વાચિનીદેવી
5.અજીત ભીમદેવ
6.ચૌલાદેવી
7.રાજ્સન્યાસી
8.કર્ણાવતી
9.રાજકન્યા
10.બર્બરકજિસ્નું :જયસિંહ સિદ્ધરાજ
11.ત્રિભુવનગંડ : જયસિંહ સિદ્ધરાજ
12.અવંતિનાથ : જયસિંહ સિદ્ધરાજ
13.ગુર્જરેર્શ્વર કુમારપાલ
14.રાજર્ષિ કુમારપાલ
15. નાયીકાદેવી
16.રાય કરણ' ઘેલો
ગુપ્તયુગ નવલકથાવલી
આમ્રપાલી
નગરી વૈશાલી
મગધપતિ
મહાઅમાત્ય ચાણક્ય
ચંદ્રગુપ્ત મૌર્ય
સમ્રાટ ચંદ્રગુપ્ત
પ્રિયદર્શી અશોક
મગધ સેનાપતિ પુષ્યમિત્ર
મહારાજ્ઞી કુમારદેવી
ભારત સમ્રાટ સમુદ્રગુપ્ત -૧
ભારત સમ્રાટ સમુદ્રગુપ્ત -૨
ધ્રુવદેવી
|