પૃથ્વીવલ્લભ -કનૈયાલાલ મુનશી તૈલપ પોતે મહાન વિજેતા હતો. તેણે માન્યખેટ માં મોટું સામ્રાજ્ય સ્થાપ્યું હોય એમ લાગે છે. તે ચાલુક્ય વંશનો હતો.કલચુરીના લક્ષ્મણરાજની પુત્રી બોન્થાદેવીનો પુત્ર હતો, અને રાષ્ટ્રકૂટ રાજા ભમ્મ્હ્નની પુત્રી જક્કાલાદેવી જોડે પરણ્યો હતો. એને પણ ચોલા,ચેદી,પાંચાળ,અને ગુજરાત દેશો જીતી આખરે મુંજને હરાવી માળવા પર વિજયપતાકા ફરફરાવી હતી કાં તો મુંજની સાથે રસકાસીમાં ગમે તેમ પણ ‘મહારાજાધિરાજ”, ‘પરમેશ્વર’, ‘પૃથ્વીવલ્લભ’, ‘રણરંગભીમ’ એવા અનેક બીરુદો ધારણ કર્યા હતા. એના એક છોકરાનું નામ ‘અકલંકચરિત્ર’ અથવા ‘સત્યાશ્રય’ હતું. સ્યુનદેશનો રાજા ભીલ્લમ યાદવ એનો મહાસામંત હતો.અને તેણે જ મુંજને હરાવ્યો હતો એમ લાગે છે.તેને સ્ત્રી લક્ષ્મી થાણાના રાષ્ટ્રકૂટ રાજા ઝંઝાની છોકરી હતી.મૃણાલવાતી ની કથામાં પણ કંઈક ઐતિહાસિક તત્ત્વ લાગે છે.